તો દિલ્હી હાઇકોર્ટે કોરોનાના મુદ્દે વધુ એક વખત દિલ્હી સરકારનો ઉધડો લીધો છે.. હાઇકોર્ટે કહ્યું કે તમે કેન્દ્રની સાથે વાતચીત શરૂ કરી છે.. જે તમામ પહેલા કરવાની જરૂરિયાત હતી. અમે એમ નથી કહી રહ્યા કે તમે કોઇ કાર્યવાહી કરી શક્યા નથી.. પરંતુ જે કરી રહ્યા છે તે પુરતૂ નથી .દરરોજ મોતનો આંકડો વધી રહ્યો છે. રોજે રોજ કોઇ વ્યક્તિ પોતાના નિકટવર્તી કે પરિવારજનને ગુમાવી રહ્યા છે. તેમને શું જવાબ આપશો.

હાઇકોર્ટે આગળ કહ્યું કે જે મૃત્યુ પામ્યા છે તેમને પરત તો ન લાવી શકાય. અમે એવું નથી કહી રહ્યા કે આ મોત માટે સરકાર જવાબદાર છે. સામાન્ય જનતાની પણ જવાબદારી રહે છે. પરંતુ ઓથોરિટી હોવાના કારણે આપણે સંક્રમણને ફેલાતું રોકવા માટે નક્કર પગલા ભરવા જ પડશે. દિલ્હી લિસ્ટમાં ટોપ પર છે. તમે કયા પ્રકારની દેખરેખ રાખી રહ્યા છો. કઇ જોગવાઇ હેઠળ તમે લોકોને માસ્ક ન પહેરવા પર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવા માટે દંડિત કરી રહ્યા છો. દંડ લગાવવાનો હેતુ ગુનાને રોકવાનો હોવો જોઇએ કે જેથી લોકોને જાણ થાય કે જો તેઓ આ નિયમોનું પાલન નહીં કરે તો બીજા માટે પણ ખતરો ઉત્પન્ન કરી શકે છે.

READ ALSO
- ભાવનગર/ શિવાજી સર્કલ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ, 8 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ
- શું ઉર્વશીએ કરી લીઘા લગ્ન ? માંગમાં સિંદૂર લગાવેલા લુકમાં જોવા મળી ઉર્વશી
- વડોદરા/ ચોરંડા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલા મિત્રનું મિસફાયર થતાં થયું મોત, પોલીસે તપાસ આદરી
- 700 વર્ષ બાદ આ રાશિ પર મેહરબાન થયા શનિદેવ, જાણો ક્યાંક તમારી તો નથી આ રાશિ
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓ માસ સીએલ પર જશે