GSTV
Gujarat Government Advertisement

ઉનાળાની એન્ટ્રી સમયે મેઘરાજા 20-20નાં મૂડમાં, ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા

વરસાદ

Last Updated on March 14, 2020 by Mayur

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે બપોર બાદ એકાએક વાતાવરણ બદલાયું હતું. અને જોરદાર કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા હતા. રાજધાનીમાં વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાય ગયા હતા જેને પગલે વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી હતી. ગાઢ વાદળાઓને કારણે બપોર બાદ વિઝિબિલિટી પણ ઘણી જ ઘટી ગઈ હતી. તો તેજ પવનની સાથે થયેલા વરસાદને પગલે દિલ્હીમાં તાપમાન ઘણું નીચે ઉતર્યુ હતું અને ફરી એક વખત દિલ્હીવાસીઓને ઠંડીનો અનુભવ કરાવ્યો હતો. આ વર્ષે દિલ્હીમાં માર્ચ મહિનામાં રેકોર્ડ તોડ વરસાદ નોંધાયો છે.

ગઈકાલે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનાં પગલે 28નાં મોત થયા હતા

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 ક્લાકમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં મહિલા અને બાળક સહિત કુલ 28 લોકોનાં મોત નીપજ્યાં હતા. તેમ શુક્રવારે અધિકારીઓએ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ગુરૂવારથી મુશળધાર વરસાદ ખાબક્યો છે. માહિતી વિભાગના ડિરેક્ટર શિશિરે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને કરાવૃષ્ટિના પગલે 28 લોકોના મોત નીપજ્યાં હતાં, જેમાં સિતાપુર અને લખિમપુર ખેરીમાં છ-છ, જૌનપુર અને બારાબંકીમાં ત્રણ-ત્રણ, સોનભદ્રમાં બે, વારાણસી, ગોરખપુર, સિદ્ધાર્થનગર, અયોધ્યા, ચંદૌલી, કાનપુર દેહાત, મિર્ઝાપુર અને બલરામપુરમાં એક-એક વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.

યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને કરાંના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય આકલન કરવા નિર્દેશ આપ્યા છે અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક વળતર પૂરૂં પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરસાદ સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના પ્રત્યેક પરિવારને રૂ. 4 લાખનું વળતર પૂરૂં પાડવું જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!