દિલ્હી હાઈકોર્ટે આઈએનએખ્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલામાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમના જામીન સંબંધી અપીલ પર પોતાનો આદેશ શુક્રવારે સુરક્ષિત રાખ્યો છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલામાં 21 ઓગષ્ટે ધરપકડ કરવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ સુરેશ કૈતે ચિદમ્બરમ દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી પુરી કરી અને પૂર્વ નાણમંત્રીના જામીન સંબંધી અપીલ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. અરજીમાં ચિદમ્બરમે પોતાને જમાનત ન આપવાની નીચલી કોર્ટનાં નિર્ણયને પડકાર્યો છે.

ચિદમ્બરમ 21 ઓગષ્ટે અહીંની જોરબાગ સ્થિત પોતાના નિવાસથી સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયા બાદ તિહાર જેલમાં ત્રણ ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. સીબીઆઈએ 15 મે 2017માં એફઆઈઆર નોંધી હતી.

જેમાં 2007માં 305 કરોડ રૂપિયાની વિદેશી રોકડ લેવા માટે આઈએનએક્સ મીડિયા ગ્રુપને એફઆઈપીબી મંજૂરી આપવા માટે અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. 2007માં ચિદમ્બર નાણામંત્રી હતા. ત્યારબાદ ઈડીએ 2017માં આ મામલે મની લોન્ડરિંગનો મામલો નોંધ્યો હતો.
READ ALSO
- વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર
- તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી
- પાવાગઢ/ શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ બંધ કરી દેતા ભક્તોએ મંદિરના પગથીયા પર શ્રીફળ વધેર્યા , હજાર ભક્તોની ભારે ભીડ
- શું તમે પણ ડિપ્રેશનમાં છો? શરીરમાં જોવા મળતા આ લક્ષણો છે આ રોગના સંકેતો
- Flipkart લાવ્યું બમ્પર Offer! અડધી કિંમતમાં મળી રહ્યો છે Samsung Galaxy S23, ધક્કા-મુક્કી કરીને ખરીદી રહ્યા છે લોકો