GSTV
India News Trending

જતાં જતાં મેઘરાજા મહેરબાન/ દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર 5 કિ.મી સુધી ટ્રાફિક જામ, વરસાદથી થંભી ગઈ NCRની રફ્તાર

દેશમાં હવે ચોમાસાની સિઝન પુરી થવા જઈ રહી છે ત્યાં હવે જતાં જતાં મેઘરાજા ફરી શહેરોને ઘમરોળી રહ્યા છે. રાજધાની દિલ્હીના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા એટલું જ નહીં ભારે વરસાદને કારણે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે બ્લોક થઈ ગયો હતો અને 5 કિ.મી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) શુક્રવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ અને પાણી ભરાવાને કારણે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે બ્લોક થઈ ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ પણ ટ્રાફિક મુક્ત કરવામાં વ્યસ્ત હતા. જોકે મોડી રાત સુધી સ્થિતિ યથાવત રહી હતી. એવી આગાહી છે કે 27 સપ્ટેમ્બર સુધી ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સવારે 8 વાગ્યા સુધી 20.1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સાથે જ સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 55 મિમી વરસાદ પડ્યો હતો.

બીજી તરફ ફિરોઝાબાદના બૌદ્ધ આશ્રમમાં એક વિસ્તારમાં પાર્ક કરાયેલા 100થી વધુ વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના જાટવપુરીમાં 35 થી 40 વાહનો ડૂબી ગયા હતા. નગરપાલિકાના કોઈ કર્મચારી કે કાઉન્સિલર તરફથી મદદ ના મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા પ્રશાસનની મદદના અભાવે લોકોએ જાતે જ બચાવ કાર્યનો મોરચો સંભાળ્યો છે.

READ ALSO

Related posts

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel

પીએમ મોદી અયોધ્યામાં ‘લતા મંગેશકર ચોક’નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા કરાઈ છે સ્થાપિત

pratikshah
GSTV