GSTV

હોસ્પિટલોની લાઇનોમાંથી મળશે છુટકારો: મોબાઇલ પર જ મળી જશે ડોક્ટરની અપોઇન્ટ, એક ક્લિક પર સ્થિતિ અંગે મળશે જાણકારી

Last Updated on August 28, 2021 by Zainul Ansari

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હેલ્થ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ હેઠળ બધી હોસ્પિટલોને એકસાથે જોડવામાં આવી રહી છે. તેના માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે, જેના દ્વારા ખબર પડશે કે હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, કઈ હોસ્પિટલમાં કેટલી દવાઓ છે, સ્ટોક અને મેડિકલની સ્થિતિને એક બટન ક્લિક કરીને જાણી શકાશે.

કોરોના

હોસ્પિટલોમાં હવે લાંબી લાઇન લગાવવાની જરૂર નહી પડે. ફોન પર જ ડોક્ટરની સાથે એપોઇન્ટમેન્ટ ફિક્સ કરી શકો છો. આ સિસ્ટમ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ એનઇસી કંપનીને આપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ 139.80 કરોડનો છે. કેજરીવાલે સાથે જણાવ્યું કે, દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં વધુ 6 હજાર 800 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આમ સરકારી હોસ્પિટલોના બેડમાં સીધો સીત્તેર ટકાનો વધારો થશે. આ બેડ 6 મહિનાની અંદર તૈયાર થઈ જશે. જો કોરોનાની નવી લહેર આવી તો દિલ્હીના લોકો માટે આ સાત હજાર બેડ ઉપલબ્ધ હશે.

HIMS પ્રોજેક્ટ માટે 140 કરોડ રૂપિયા મંજૂર

દિલ્હી સચિવાયલમાં આજે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પૂર્ણ થઈ. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. કેબિનેટે બેઠકમાં લીધેલા નિર્ણયની જાણકારી આપતા મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે હેલ્થ ઇન્ફોર્મેશશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS)ને લઇ કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. દિલ્હી સરકાર દ્વારા દિલ્હીના તમામ હોસ્પિટલોને એક સાથે જોડવામાં આવી રહ્યું છે. તમામ હોસ્પિટલોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!