GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનમાં આડેધડ ફી ઉઘરાવતી પ્રાઈવેટ સ્કૂલોની આવી બની, દિલ્હી સરકારે બનાવ્યો આ નિયમ

Last Updated on April 17, 2020 by Mayur

લોકડાઉનમાં આડેધડ ફી ઉઘરાવતી પ્રાઈવેટ સ્કૂલોની આવી બની, સરકારે બનાવ્યો આ નિયમ દિલ્હીમાં લોકડાઉન દરમિયાન વારંવાર મળતી ફરિયાદોને ધ્યાનમાં લેતા શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્કૂલ માટે એક સખ્ત નિયમ બનાવતા તેમણે ટ્વીટ કરી કહ્યું છે કે, તમામ પ્રાઈવેટ સ્કૂલોની એ જવાબદારી છે કે, તમામ ટીચિંગ અને નોન ટીચિંગ, કોન્ટ્રેક્ટ અથવા આઉટ સોર્સનો પગાર સમય પર આપવામાં આવે. તેમણે કહ્યું છે કે આ આદેશ તમામ પ્રાઈવેટ સ્કૂલોને લાગુ પડશે.

સરકારને પૂછ્યા વિના ફીમાં વધારો નહીં

તેમણે બીજા એક ટ્વીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, દિલ્હીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલ સરકારને પૂછ્યા વિના ફીમાં વધારો નહીં કરે. આ સિવાય એ બાળકો પાસેથી ત્રણ મહિનાની ફી એક સાથે નહીં લે. માત્ર એક મહિનાની ટ્યૂશન ફી સિવાય કોઈ પણ પ્રકારની ફી લેવાનું દબાણ નહીં કરી શકે. અને જો કોઈ વિદ્યાર્થી ફી નથી આપતો તો તેને પણ ઓનલાઈન ક્લાસમાંથી નહીં હટાવે.

પોતાના ઘરની ચલાવતી હતી

શિક્ષણ મંત્રી અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે, મારા ધ્યાનમાં આવ્યું છે કે, ઘણી સ્કૂલો પોતાના ઘરની ચલાવી ફી ઉઘરાવી રહી છે. ઉપરથી સ્કૂલ બંધ હોવા છતાં ફી ઉઘરાવી રહી છે. પ્રાઈવેટ હોય કે સરકારી કોઈ પણ સ્કૂલ આ રીતે ફી નહીં વધારી શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!