GSTV
Home » News » હવે તો શરમ કરો : દિલ્હીમાં ભૂખ ત્રણ માસૂમ બાળકીઅોને ભરખી ગઇ

હવે તો શરમ કરો : દિલ્હીમાં ભૂખ ત્રણ માસૂમ બાળકીઅોને ભરખી ગઇ

એક તરફ ભારત મહાસત્તા બનવા તરફ આગળ જઈ રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે અને બીજી તરફ રાજધાની નવી દિલ્હીમાં ત્રણ નાની-નાની બાળકીઓના ભૂખથી તડપીને મોત જવાની શરમજનક ઘટના બને છે. પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં રહસ્યમય સ્થિતિમાં મળી આવેલી બાળકીઓની લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુમળીવયની બાળકીઓના મોત માટે ભૂખમરાનું કારણ બહાર આવ્યું છે. આ બાળકીઓ કુપોષણથી પીડિત હતી. પોલીસને બાળકીઓના શરીર પર કોઈપણ ઈજાના નિશાન મળ્યા નથી. જીટીબી હોસ્પિટલના ત્રણ તબીબોએ બીજી વખત પોસ્ટમોર્ટમ કર્યું છે અને બાદમાં મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે તેમની માતાને સોંપવામાં આવ્યા છે. આ ત્રણેય માસૂમ બાળકીઓની ઉંમર બે વર્ષ, ચાર વર્ષ અને આઠ વર્ષની હતી. શ્રમિક તરીકે કામ કરનારી બાળકીઓના પિતા ગાયબ છે.

જો કે બાળકીઓના ભૂખમરાથી મોતના મામલે હવે દિલ્હી સરકાર અને ભાજપની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ ભૂખમરાથી બાળકીઓના મોતને શરમજનક ગણાવ્યા છે. તિવારીએ સવાલ કર્યો છે કે શું આજે દિલ્હીના મુખ્યપ્રધાન ભોજન લઈ શકશે? તેમણે કહ્યુ છે કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાના મતવિસ્તારમાં શરમજનક ઘટના બની છે. રાજધાની નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના શાસનમાં આજે પણ આમ આદમી ભૂખને કાણે મોતને ભેંટી રહ્યો છે. આ ઘટના ત્યાં બની છે કે જ્યાં રેશનિંગ ગોટાળો થયો છે. કેજરીવાલ સરકારને શરમ આવવી જોઈએ.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરવ ભારદ્વાજે પણ વળતો શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ  છે કે મનોજ તિવારીની જાણકારી ખોટી છે. કેજરીવાલ સરકાર તો ગરીબોના ઘર સુધી રાશન પહોંચાડવા ચાહે છે. પરંતુ ભાજપ અને ઉપરાજ્યપાલ તેને રોકી રહ્યા છે.

મોતની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ ટ્વિટ કરીને ત્રણ બાળકીઓના મોતની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ પણ આપ્યા છે. તેમણે ટ્વિટ કરીને ક્હ્યુ છે કે મંડાવલીમાં ત્રણ બાળકીઓના મોતની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ આપવામાં આવી છે. આ પરિવાર બે દિવસ પહેલા જ મંડાવલીમાં એક મકાનમાં ભાડે રહેતા વ્યક્તિને ત્યાં મહેમાન તરીકે આવ્યા હતા. ઘટના પહેલા બાળકીઓના મજૂરી કામ કરતા પિતા કામ પર ગયા હતા અને તેઓ પાછા આવ્યા નથી. બાળકીઓની માતા માનસિક રીતે બીમાર છે.

દિલ્હી મહિલા પંચે અહેવાલ માંગ્યો

દિલ્હીના મંડાવલીમાં ત્રણ બાળકીઓના ભૂખમરાથી મોતના મામલે દિલ્હી મહિલા પંચે અહેવાલ માંગ્યો છે. દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ મૃતક બાળકીઓના પરિવારજનોને મળ્યા છે. ભાજપ દ્વારા પીડિત પરિવારને પચાર હજાર રૂપિયા આપવાનું એલાન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ત્રણ બાળકીઓના ભૂખને કારણે મોતનો મામલો સંસદમાં પણ ઉઠયો હતો. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે દિલ્હીની કેજરીવાલ સરકાર માટે ભૂખમરાથી ત્રણ બાળકીઓના મોતની ઘટનાને શરમજનક ગણાવી છે. ગિરિરાજસિંહે કહ્યુ છે કે કેજરીવાલ સરકારને ધરણાં કરતા આવડે છે.. પણ કામ કરતા આવડતું નથી.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!