કૃષિ કાયદાની વિરોધમાં દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને બુરાડીના નિરંકારી મેદાનમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવા સમયે નિરંકારી મેદાનમાં ખેડૂતોને તમામ પ્રકારની સુવિધા આપવાની ખાતરી કેજરીવાલ સરકાર બતાવી છે. જે અંતર્ગત સૌથી પહેલા અહીં ખેડૂતોને પીવાના પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવશે. કેજરીવાલે સ્વયં પોતાના મંત્રી રાઘવ ચઢ્ઢાને ધરણાસ્થળ પર જઈને વ્યવસ્થા કરાવી આપવા સૂચના આપી છે. બાદમાં ત્યાં ખેડૂતો માટે ટેંટ, શેલ્ટર, હાલતા-ચાલતા ટોયલેટ ઉપલબ્ધ કરવાની આપવાની પણ તૈયારી બતાવી છે.
Haryana: Farmers from Punjab on the 'Delhi Chalo' movement, settle down at Singhu border (Delhi-Haryana), planning for further action
— ANI (@ANI) November 27, 2020
"We've got food rations for 6 months. We'll go back after getting rid of the black agriculture laws which are against farmers," says a protester pic.twitter.com/dmesWlMdcH
દિલ્હી સરકારે નોર્થ અને સેન્ટ્રલ ડિસ્ટ્રીકના તમામ જિલ્લા અધિકારીઓને આદેશ આપ્યા છે કે, ખેડૂતોને તમામ પ્રકારની સુવિધા આપવા માટે તૈયાર રહો. કેજરીવાલ સરકારના મંત્રી કૈલાશ ગેહલોતે જણાવ્યુ છે કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમારો પ્રયત્ન રહે છે કે, ખેડૂતોને કોઈ તકલીફ ન પડે, તમામ પ્રકારની સુવિધા મળે. ડિવીજનલ કમિશ્નરને પણ આદેશ અપાયા છે કે, ત્યાં પાણી, મોબાઈલ ટોયલેટ, સાફ સફાઈની વ્યવસ્થા કરી દેવામાં આવે.

Delhi govt officials reach Nirankari Samagam Ground, Burari to review arrangements for farmers' ‘Delhi Chalo’ protest.
— ANI (@ANI) November 27, 2020
“We've come here to deploy water tankers for farmers. AAP govt stands by farmers. Arvind Kejriwal-led govt will take care of them," says Raghav Chaddha, AAP pic.twitter.com/2NRkygrc3V
હજૂ તો ખાલી છે નિરંકારી ગ્રાઉન્ડ, બોર્ડર પર જ તૈનાત છે ખેડૂત
આંદોલન કારીઓ હજૂ દિલ્હીની બોર્ડર પર છે, રાતનું ખાવાનું ખાવાની તૈયારીમાં લાગેલા છે. જો રાતના સમયે તેઓ બુરાડી નહીં આવે તો, શનિવારે સવારે ફરી એક અહીં ગરમ માહોલ જોવા મળશે. હાલમાં બુરાડીનું નિરંકારી મેદાન ખાલી છે. દિલ્હી સરકાર અને ખેડૂત નેતાઓ બુરાડીમાં જરૂરી સુવિધા પુરી પાડવામાં લાગી ગયા છે.
#WATCH Water cannon and tear gas shells used to disperse protesting farmers at Shambu border, near Ambala pic.twitter.com/EaqmJLhAZI
— ANI (@ANI) November 27, 2020
દિલ્હી પોલીસે દિલ્હીમાં 9 સ્ટેડિયમમાં અસ્થાઈ જેલ બનાવાની પરવાનગી માગી હતી. જો કે, કેજરીવાલ સરકારે પોલીસની અપીલને ફગાવી દીધી છે. તેમને મંજૂરી નથી આપી. સરકારે અધિકારીઓને સૂચન આપ્યુ છે કે, ખેડૂતોને સમર્થન કરવામાં આવે. રાજ્ય સરકારનું કહેવુ છે કે, ખેડૂતોની માગ યોગ્ય છે. તથા તેમને પ્રદર્શન કરવાનો અધિકાર છે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત