દિલ્હી સરકારમાં મંત્રી વિરુદ્ધ ટ્રાયલ ચલાવવાની CBIને મળી મંજૂરી, જાણો શું છે આક્ષેપ

દિલ્હીની અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સરકારમાં PWD અને શહેરી વિકાસ પ્રધાન સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ સીબીઆઈને ટ્રાયલ ચલાવવાની લીલીઝંડી મળી ચુકી છે. CBIને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આના માટેની પરવનાગી મળી છે. દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈને ક્હ્યું છે કે તેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેઓ દિલ્હીની ગેરમાન્ય કોલોનીઓને નિયમિત બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે તેઓ સરકારના આરોપોનો સ્વીકાર કરે છે કે તેઓ દિલ્હીમાં અનઓથોરાઈઝ્ડ કોલોનીઓને રેગ્યુલરાઈઝ્ડ કરવાની કોશિશ કરી રહ્યા છે.

તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મોદી દિલ્હીમાંથી આવી કોલોનીઓ અને તેમના રહેતા ગરીબ લોકોને ઉજાડવા ઈચ્છી રહ્યા છે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે PWD મિનિસ્ટર હોવાના નાતે તેમની ફરજ છે કે તેઓ દિલ્હીની કાચી કોલોનીઓને પાકી બનાવે. ત્યાં સડકોનું નિર્માણ કરાવે. ગટર બનાવડાવે. અહીં રહેતા લોકોનો આ લોકતાંત્રિક અધિકાર છે. તેમણે કહ્યું છે કે દિલ્હીની કાચી કોલોનીઓને પાકી બનાવવાથી સત્યેન્દ્ર જૈન અમીર બની જશે તેવો આરોપ હાસ્યાસ્પદ છે.

આ બિલકુલ સમજથી પર છે કે કાચી કોલોનીઓને પાક્કી બનાવવાથી સત્યેન્દ્ર જૈન કેવી રીતે અમીર બની જશે. કાચી કોલોનીઓને પાક્કી બનાવવાથી સત્યેન્દ્ર જૈન નહીં. આવી કોલોનીઓમાં રહેતા અને લોકતાંત્રિક અધિકાર ધરાવતા લોકો અમીર થશે. સત્યેન્દ્ર જૈને કહ્યુ છે કે જેટલા કરવા હોય તેટલા કેસ કરવામાં આવે. તેઓ ડરવાના નથી. દિલ્હીમાં કાચી કોલોનીઓને પાક્કી બનાવવાનું કામ ચાલુ રહેવાનું છે. દિલ્હીના લોકોએ તેમને પસંદ કરીને પોતાનું કામ કરવા માટે મોકલ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter