GSTV
Home » News » દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને અધિકારીઅો વચ્ચે વિવાદ ગરમાયો : ટ્રાન્સફરને અધિકારીઅોઅે ફગાવી

દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને અધિકારીઅો વચ્ચે વિવાદ ગરમાયો : ટ્રાન્સફરને અધિકારીઅોઅે ફગાવી

દિલ્હી અને કેન્દ્ર સરકારની વચ્ચે અધિકારોની લડાઇ ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દરવાજા પર જતી જણાઇ રહી છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયાએ ગુરૂવારે કહ્યું છે કે અધિકારીઓ દ્વારા પ્રદેશ સરકારના નિર્દેશોનું પાલન કરવાનો ઇન્કાર કરવો તે કોર્ટનું અપમાનના સમાન છે અને નેતૃત્વ આ વિષય પર કાયદાકીય વિકલ્પ પર વિચારણા કરી રહ્યા છીએ.

સુપ્રીમના આદેશના એક દિવસ બાદ ફરી એકવાર દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોની જંગ શરૂ થઇ છે. દિલ્હી સરકારના સેવા વિભાગે કેજરીવાલ સરકારના આદેશને માનવાનો ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતુ કે ઉપરાજ્યપાલ ચૂંટાયેલી સરકારની સલાહ માનવા માટે બાધ્ય છે અને તેઓ અડચણ ઉભી કરનારા ન હોઇ શકે. ત્યારે નાયબ સીએમ મનિષ સિસોદીયાએ કહ્યું છે કે મુખ્ય સચિવે તેમને પત્ર લખીને જણાવ્યું છે કે સેવા વિભાગ આદેશોનું પાલન નહીં કરે. જો તેઓ પાલન નથી કરી રહ્યા અને ટ્રાન્સફરની ફાઇલ હજુ પણ ઉપરાજ્યપાલ જ જોશે તો તે બંધારણીય ખંડપીઠનું અપમાન ગણાશે.

સિસોદીયાએ જણાવ્યું કે તેઓ વકીલો સાથે ચર્ચા કરી રહ્યા છે આગળ શું કરી શકાય. તેમણે કહ્યું કે સુપ્રીમે સ્પષ્ટ કર્યુ હતુ કે ઉપરાજ્યપાલ માત્ર ત્રણ વિષયમાં હસ્તક્ષેપ કરી શકે છે કે જેમાં સેવા વિભાગ સામેલ નથી.

સુપ્રીમ કોર્ટના ઐતિહાસીક ચુકાદા બાદ દિલ્હી સરકારે અધિકારીઓના ટ્રાન્સફર અને બદલી માટે નવી સિસ્ટમ શરૂ કરી. જેની મંજૂરી આપવાનો અધિકાર મુખ્યપ્રધાન કેજરીવાલને આપવામાં આવ્યો છે. જો કે સેવા વિભાગે તેમ કહેતા આદેશના પાલનનો ઇન્કાર કર્યો કે સુપ્રીમ કોર્ટે 2016માં ઇશ્યુ થયેલા તે વટહુકમને નથી હટાવ્યો કે જેમાં ટ્રાન્સફર અને નિમણૂંકનો અધિકાર ગૃહ મંત્રાલયને આપવામાં આવ્યો હતો.

જો કે સેવા વિભાગે તેમ કહેતા આદેશના પાલનનો ઇન્કાર કર્યો કે સુપ્રીમ કોર્ટે 2016માં ઇશ્યુ થયેલા તે વટહુકમને નથી હટાવ્યો કે જેમાં ટ્રાન્સફર અને નિમણૂંકનો અધિકાર ગૃહ મંત્રાલયને આપવામાં આવ્યો હતો.

Related posts

આજનો દિવસ બેન્કો માટે ઐતિહાસિક, પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ ભર્યુ હતું આ સાહસી પગલું

Riyaz Parmar

માથા પર ટોપલું છે કે દોરડું નહી ઓળખી શકો, જાણો શા માટે ચર્ચામાં છે આ શખ્સ!

Path Shah

પાકિસ્તાનથી આવેલી આ આફત સામે લડતાં સરકારને પણ વળી ગયો પરસેવો, બૉર્ડર પર ઉતારી ઑફિસરોની ફોજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!