GSTV
Home » News » ગૌતમ ગંભીરના કરિયરની બીજી ઈનિંગ, ભાજપનો ખેસ ધારણ કર્યો

ગૌતમ ગંભીરના કરિયરની બીજી ઈનિંગ, ભાજપનો ખેસ ધારણ કર્યો

ક્રિકેટર ગૌતમ ગંભીર વિધિવત રીતે ભાજપમાં જોડાયો છે. તેણે અરૂણ જેટલી અને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધા બાદ હવે ગૌતમ ગંભીરે પોતાના કરિયરની બીજી ઈનિંગ સ્ટાર્ટ કરી છે. જેમાં તેણે ભાજપનો ખેસ પહેર્યો છે.

લોકસભા ચૂંટણી ટાણે ભાજપે મોટો દાવ રમ્યો છે કારણ કે ગૌતમ ગંભીર ક્રિકેટના કારણે અત્તિ લોકપ્રિય નામ છે. લોકસભા ચૂંટણીનો સમય છે ત્યારે ભાજપ દિલ્હીથી ગૌતમને મેદાનમાં ઉતારી શકે છે. જેનું કારણ એ છે કે ગંભીર દિલ્હીનો છે. ઉપરથી યુવાઓમાં પણ તે મોટું નામ ધરાવે છે. જેથી યુવા મતદારોને પણ ખેંચવામાં ગૌતમ ગંભીર ભાજપ માટે ફાયદાકારક નિવડશે.

ક્રિકેટર ગૌતમ ગંભીર વિધિવત રીતે ભાજપમાં જોડાયો છે. તેણે અરૂણ જેટલી અને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અરૂણ જેટલીએ ગંભીરને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને તેનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધા બાદ હવે ગૌતમ ગંભીરે પોતાના કરિયરની બીજી ઈનિંગ સ્ટાર્ટ કરી છે. જેમાં તેણે ભાજપનો ખેસ પહેર્યો છે.

અરૂણ જેટલીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યુ કે, ભાજપ વિસ્તારવાદી નીતિમાં માને છે. આજે ફરીવાર સાબિત થયુ છે કે,  ભાજપ કેડર બેઝ પાર્ટી નથી. ગંભીર દિલ્હીના રહેવાસી છે  અને તેમણે ક્રિકેટના માધ્યમથી દેશ અને વિદેશમાં પોતાનું નામ રોશન કર્યુ છે.  ગંભીરે કહ્યુ કે, પીએમ મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને હું ભાજપમાં સામેલ થયો છું.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૌતમ ગંભીર નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.  છેલ્લા ઘણા સમયથી ગંભીર ભાજપમાં જોડાશે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. તેના પર આજે પૂર્ણ વિરામ લગાવી દેવામાં આવ્યુ. ગૌતમ ગંભીર આઈપીએલ અને વનડે જેવી મેચમાં પણ સારૂ પ્રદર્શન કરી ચુક્યા છે. ત્યારે ગંભીર ભાજપમાં સામેલ થતા પાર્ટીને ફાયદો થવાની આશા છે.

લોકસભા ચૂંટણી ટાણે ભાજપે મોટો દાવ રમ્યો છે કારણ કે ગૌતમ ગંભીર ક્રિકેટના કારણે અત્તિ લોકપ્રિય નામ છે. લોકસભા ચૂંટણીનો સમય છે ત્યારે ભાજપ દિલ્હીથી ગૌતમને મેદાનમાં ઉતારી શકે છે. જેનું કારણ એ છે કે ગંભીર દિલ્હીનો છે. ઉપરથી યુવાઓમાં પણ તે મોટું નામ ધરાવે છે. જેથી યુવા મતદારોને પણ ખેંચવામાં ગૌતમ ગંભીર ભાજપ માટે ફાયદાકારક નિવડશે.

બીજેપી લોકસભા ચૂંટણીમાં ગૌતમ ગંભીરને દિલ્હી લોકસભા સીટથી ચૂંટણીના મેદાનમાં ઉતારવાનું મન બનાવી રહી છે.

તો આ પહેલા ખબર એમ પણ આવી હતી કે વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ પણ ભાજપની ટિકિટ લઈ હરિયાણાની રોહતક સીટ પરથી ચૂંટણીમાં ઝંપલાવશે.

ભાજપના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, પાર્ટી સતત ગૌતમ ગંભીરના સંપર્કમાં છે અને તેને દિલ્હીથી ચૂંટણી લડાવાશે. મનાઈ રહ્યું છે કે તેનાથી પાર્ટીના વર્તમાન સાંસદ મનીક્ષા લેખીનું પત્તું કપાઈ શકે છે.

ગંભીર પણ અવારનવાર ટ્વીટર પર આમ આદમી પાર્ટીની આલોચના કરતા જોવા મળે છે તેનાથી આ અટકળોએ વધુ જોર પકડ્યું છે.

Read Also

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

અધધધ…ચોથા તબક્કાનાં 300થી વધુ ઉમેદવારો કરોડપતિ,આ ઉમેદવારતો સાક્ષાત ધનકુબેર

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah