GSTV
India News ટોપ સ્ટોરી

દિલ્હીમાં બિલ્ડિંગમાં ભિષણ આગથી 26ના મોત : મુંડકા મેટ્રો સ્ટેશન પાસે છે આ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ અને હજુ ઘણા ફસાયેલા છે

પશ્ચિમી દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત એક કોમર્શિયલ ઈમારતમાં ભિષણ આગ લાગી. આ દર્દનાક દુર્ઘટનામાં 26 લોકોના મોત નિપજ્યા છે.

પોલીસે ઈમારતની બારીઓ તોડીને બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવ્યા. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.. ઈમારતની બારીઓમાંથી નિકળતા ધુમાડાની વચ્ચે લોકોને જેસીબી મશિનના સહારે નીચ ઉતારવામાં આવ્યા. જ્યારે કેટલાક લોકોને દોરડાની મદદથી નીચે ઉતર્યા.

આ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 24 ગાડીઓની મદદ લેવામાં આવી હતી.. તેમ છતાં કલાકોની જહેમત બાદ પણ આ આગ કાબુમાં આવી ન હતી. ઘાયલોને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે સ્પોટ પર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ. દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી આ ઈમારત એક ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે. જેને ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડે આપવામાં આવે છે.. પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી. જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર મેન્યુફેંકચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે.

MUST READ:

Related posts

Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ

Binas Saiyed

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

pratikshah
GSTV