GSTV
India News ટોપ સ્ટોરી

દિલ્હી અગ્નિકાંડ / વડાપ્રધાન મોદી, કેજરીવાલ સહિતના નેતાઓએ આ ઘટના પર વ્યકત કર્યું દુ:ખ, 7 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ

દિલ્હીના મુંડકા વિસ્તારમાં એક ફેક્ટરી બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 26 લોકોના મોત નિપજ્યા છે તમામ મૃતદેહો મળી આવ્યા છે. હાલ ઘણા લોકો બિલ્ડીંગમાં ફસાયા હોવાની આશંકા છે. બીજી તરફ આ ઘટનાને પગલે રાજધાની દિલ્હીમાં ચારેકોર હાહાકાર મચી ગયો છે. અંદાજે 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, હજુ સુધી આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું- હું લોકોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.

હું અધિકારીઓની સાથે સંપર્કમાં છું, મદદ માટે પહોંચી રહી છે NDRF – અમિત શાહ
દિલ્હીમાં મુંડકામાં આગ લાગવાની ઘટના ખુબજ દુઃખદ છે. હું સંબંધિત અધિકારી સાથે સતત સંપર્કમાં છું, પ્રશાસન રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યું છે. NDRF પણ ત્યાં તાત્કાલિક પહોંચી રહી છે. લોકોને ત્યાંથી કાઢવા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવા અમારી પ્રાથમિકતા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના આજે સાંજે 4.45 કલાકે બની હતી. મુંડકામાં જ્યાં આગ લાગી છે ત્યાં સીસીટીવી અને ડીઆરવી બનાવવાની ફેક્ટરી છે. અહીં કારખાનાનું વેરહાઉસ પણ બનેલું છે. સૌ પ્રથમ સાંજે પહેલા માળે આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે 150 થી વધુ લોકો અંદર કામ કરી રહ્યા હતા. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો સ્થળ પરથી બહાર દોડી આવ્યા હતા. આગ એટલી પ્રચંડ હતી કે ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. ત્રીજા માળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીના વેરહાઉસમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી

દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી 3 માળની આ કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેનો ઉપયોગ ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડેથી આપી છે. પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા ફ્લોરથી શરૂ થઈ, જ્યાં CCTV કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે.

READ ALSO

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu

ભાજપમાં ભંગાણ / બાબુલ સુપ્રિયો બાદ વધુ એક ભાજપના સાંસદની TMCમાં ઘરવાપસી

Hardik Hingu
GSTV