GSTV
Home » News » દિલ્હીમાં લાગેલી આગને લઈને ભાજપના સાંસદે કેજરીવાલ પર ઠિકરૂ ફોડ્યું, ‘જવાબદારી સરકારે લેવી જોઈએ’

દિલ્હીમાં લાગેલી આગને લઈને ભાજપના સાંસદે કેજરીવાલ પર ઠિકરૂ ફોડ્યું, ‘જવાબદારી સરકારે લેવી જોઈએ’

દિલ્હીમાં લાગેલી આગને લઈને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપના સાંસદ વિજય ગોયલે દિલ્હીની આગનું ઠીકરું કેજરીવાલ પર ફોડવાનો પ્રયાસ કર્યો છે. વિજય ગોયલે કહ્યું કે દિલ્હીમાં ઘટનાઓ હવે સામાન્ય વાત થઈ ગઈ છે. દિલ્હીના મંત્રીનું આ ક્ષેત્ર છે, ત્યારે તેની જવાબદારી દિલ્હી સરકાર લેવી જોઈએ. તો ભાજપના નેતા વિજયેન્દ્ર ગુપ્તાએ દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે.

અનાજ મંડીમાં લાગી હતી ભીષણ આગ

રાજધાની દિલ્હીના ઝાંસીની રાણી રોડ પર સ્થિત અનાજ મંડીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. અને જોતજોતામાં આ આગ મોતની આગ બની ગઈ છે. આગને કારણે શરૂઆતમાં 10 જે બાદ 34 અને હવે મોતનો આંકડો 43એ પહોંચ્યો છે. દિલ્હી પોલીસ અને હોસ્પિટલ દ્વારા 43 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. આગને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાં 15 લોકોની સ્થિતિ હજુ ગંભીર ગણાવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. હાલ તો ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. વિસ્તારમાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.

કુલ 49 લોકો સારવાર હેઠળ

આગના કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એલએનજેપી, આરએમએલ, હિંદુ રાવ અને સફદરજંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એલએનજેપી હોસ્પિટલમાં જ કુલ 49 લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલ વિસ્તારમાં લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

મંડીની ઈમારતમાં લાગી હતી આગ

મળતી માહિત મુજબ અનાજ મંડીના એક ઈમારતમાં આગ લાગી હતી, આગ એટલી ભયાનક હતી કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓની મદદ લેવામાં આવી હતી. આ ઘટના વ્હેલી સવારે 5 વાગ્યાની આસપાસની છે. મંડીમાં ત્રણ માળની એક બેકરી છે, જેના ઉપરના માળે આગ લાગી હતી. જે બાદ આગે આખી ઈમારતને પોતાની ઝપેટમાં લીધી હતી. આગને કારણે મંડીમાં ચારેબાજુ ધૂમાડો ધૂમાડો થઈ ગયો છે.

READ ALSO

Related posts

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

દુનિયાના 21 શહેરોમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

Nilesh Jethva

જેલમાં ગયો ત્યારે 2 વર્ષનો હતો દિકરો, 22 વર્ષ બાદ પિતાને જોઈ…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!