દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટે બનાવેલી ચાર સભ્યોની કમિટીથી ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિના અધ્યક્ષ ભૂપિંદર સિંહ માને ખુદ આ કમિટીમાંથી અલગ થઈ ગયા છે.
હકીકતમાં જોઈએ તો, ભૂપિંદર સિંહ માનના નામને લઈને ઘણો હોબાળો પણ થયો હતો. આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવું હતું કે, ભૂપિંદર સિંહ માન પહેલાથી જ આ કૃષિ કાયદાની તરફેણ કરતા આવ્યા છે.

Bhupinder Mann, a member of the SC-formed committee over #FarmLaws, recuses himself from it.
— ANI (@ANI) January 14, 2021
"In view of prevailing sentiments & apprehensions amongst farm unions & public, I'm ready to sacrifice any position so as not to compromise Punjab & farmers' interests," his letter reads
કોઈ પણ પદની બલિ આપી શકું છું
ભૂપિંદર સિંહે માને આ કમિટીમાં સામેલ કરવા બદલ સુપ્રીમ કોર્ટનો પણ આભાર માન્યો હતો. જો કે, તેઓ આગળ જણાવે છે કે, એક કિસાન અને સંગઠનનો નેતા હોવાના નાતે હું ખેડૂતોની લાગણી પણ જાણુ છું. હું ખેડૂતો અને પંજાબ પ્રત્યે વફાદાર છું. તેથી તેમના હિત સાથે ક્યારેય સમાધાન કરી શકુ નહીં, હું તેના માટે ગમે તેવા મોટા પદની પણ બલિ આપવા તૈયાર છું. હું કોર્ટ તરફથી આપવામાં આવેલી જવાબદારીને સારી રીતે નિભાવી શકું છું. તેમ છતાં પણ હું આ કમિટીથી મારી જાતને અલગ કરું છું.

કોણ છે ભૂપિંદર સિંહ માન
સુપ્રીમ કોર્ટે કિસાન અને સરકારની વચ્ચે એક સેતૂ બનાવવા માટે અને આ આંદોલન વચ્ચે કોઈ હલ કાઢવા માટે ચાર સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટીમાં ઓલ ઈન્ડિયા કિસાન કોર્ડિનેશન કમિટીના પ્રમુખ અને પૂર્વ રાજ્યસભા સાંસદ ભૂપિંદર સિંહ માનને પણ આ કમિટીમાં સામેલ કર્યા હતા. તેમનું સંગઠન હેઠળ કેટલાય ખેડૂત સંગઠનો કામ કરે છે. ત્યારે આવા સમયે ખેડૂતો પર તેમનો ખૂબ સારો એવો પ્રભાવ પણ છે.
READ ALSO
- રોડ અકસ્માતમાં સંતાનને ગુમાવનારા માતા-પિતાને વળતરનો અધિકાર- દિલ્હી હાઈકોર્ટ
- ન્યાયાલય જ નથી સુરક્ષિત, સુપ્રિમકોર્ટની બે મહિલાઓની સરેઆમ કરાઈ ક્રુર હત્યા
- અમદાવાદ/ નાની બસોનું ટેન્ડર પુરૂ થતાં સર્વિસ બંધ કરી દીધી, નિ:શુલ્ક બસ સેવાનો લાભ હવે નહીં મળે
- સુરત/ વોચમેનને માર મારી લૂંટારાઓ દાનપેટીમાંથી રોકડ અને ઘરેણાં ઉઠાવી ગયા, સીસીટીવીમાં દ્રશ્યો થયાં કેદ
- અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે આ રસ્તો દોઢ વર્ષ માટે રહેશે બંધ, વાહનચાલકો મુંઝાયા