દિલ્હીના સિંધુ બોર્ડર પર આજે સંયુક્ત ખેડૂત મોર્ચાની બેઠક આયોજિત થઈ રહી છે. જેમાં ખ઼ેડૂત આગેવાનો આગામી રણનીતિ ઘડવા પર ચર્ચા કરવાના છે.ખેડૂત આંદોલનનને લગતી માંગોને લઈને ગઈકાલે હરિયાણા સરકાર અને ખેડૂત આગવાનોની વચ્ચે યોજાયેલી બેઠક અનિર્ણિત રહી હતી.આ બેઠકમાં ખેડૂતો પરના વ્યાજ પાછા ખેંચવાં આવે.વળતર ચૂકવવામાં આવે, મોતને ભેટેલા ખેડૂતોની યાદમાં સ્મારક સ્થળનું નિર્માણ થાય, મૃતક ખેડૂતોના પરિવારને નોકરી મળે તેવી વિવિધ માંગ રજૂ કરવામાં આવી હતી.પરંતુ બેઠક બાદ ખેડૂત નેતા ગુરનામ સિંહે કહ્યું કે, બેઠકમાં કોઈપણ મુદ્દે સહમતી બની ન હતી.બેઠકમાં આંદોલન ખતમ કરવા પર નિર્ણય લેવાઈ શકે છે.

સરકારે MSP પર વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો
ત્રણ કૃષિ કાયદાઓ હટાવ્યા બાદ ખેડૂતોની માંગ MSP કાયદો ઘડવાની છે. સરકાર એમએસપી વિશે વાત કરવા માટે પણ સહમત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોરચાને વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેણે કિસાન મોરચાને તેના 5 નેતાઓના નામ આપવા કહ્યું છે. આ નેતાઓ સરકાર સાથે વાતચીત કરશે, ત્યારબાદ MSP કાયદાની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

ડિસેમ્બરના અંત સુધીમાં આંદોલન પૂરુ થઈ જશે
જો કે, એગ્રીકલ્ચર બિલ રદ્દ થયા પછી, ચારેબાજુ દબાણમાં આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે 30 નવેમ્બરે જાહેરાત કરી હતી કે ડિસેમ્બરના અંત સુધીમાં ખેડૂતોનું આંદોલન સમાપ્ત થઈ જશે. જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે ટિકૈતે કહ્યું કે પીએમએ ખેડૂતોની આવક બમણી કરવા માટે પોતાનુ વચન આપ્યું છે. જો 1 જાન્યુઆરી સુધીમાં MSP પર કાયદો નહીં બનાવવામાં આવે તો આ મુદ્દો ખેડૂતોના આંદોલનની માંગનો ભાગ બની જશે. જો કે, ટિકૈતે એમ પણ કહ્યું કે સરકાર આ મામલે પીછેહઠ કરશે નહીં.
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો