GSTV
India News

એક્સાઈઝ પોલિસી સ્કેમ / શું કૌભાંડ કરવા માટે મનિષ સીસોદીયાએ 11 ફોન બદલાવ્યાં હતા?

દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડના પુરાવાનો નાશ કરવા  બિઝનેસમેન અમિત અરોડા અને મનિષ સિસોદિયાએ 11 મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હોવાનો ED એ દાવો કર્યો છે.  આ બધા ફોન કૌભાંડના ગાળામાં ઉપયોગમાં લીધા પછી ફેંકી દેવાયા હતા. આ ફોનની કિંમત લગભગ 1.35 કરોડ રૂપિયા હતી. શરાબના ઘણા વેપારી અને ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ પોતાના ફોન બદલ્યા હતા. 

કાયદાકીય નિષ્ણાતોના મતે, EDનો દાવો ચોંકાવનારો છે પણ આ અંગેના કોઈ પુરાવા રજૂ કરાયા નથી. સિસોદિયા સામે ED આક્ષેપ પર આક્ષેપ કર્યા કરે છે પણ તેમને આરોપી સુધ્ધાં બનાવાયા નથી એ જોતાં ઈડીની વાત પર કેટલો વિશ્વાસ મૂકી શકાય એ પણ સવાલ છે. 

ગુરુગ્રામમાં આવેલી  બડી રિટેલ કંપનીના અમિત અરોડાની મંગળવારે EDએ ધરપકડ કરી હતી. અરોડા સિસોદિયાની નજીક મનાય છે. CBIની  ચાર્જશીટમાં દાવો કરાયો છે કે અમિત અરોડા અને અન્ય બે આરોપી દિનેશ અરોડા અને અર્જૂન પાંડે મનિષ સિસોદિયા માટે નાણાં ઉઘરાવતા હતા. અરોડાએ લાંચ દ્વારા લગભગ 2.5 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી

Hardik Hingu

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk
GSTV