GSTV
Home » News » શીલા દીક્ષિતનાં નિધનથી રાજધાની શોકગ્રસ્ત, દિલ્હી સરકારે બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો

શીલા દીક્ષિતનાં નિધનથી રાજધાની શોકગ્રસ્ત, દિલ્હી સરકારે બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો

દિગ્ગજ કોંગ્રેસ નેતા અને દિલ્હીનાં ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહેનારા કદાવર લીડર શ્રીમતી શીલા દીક્ષિતના નિધનથી રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. પૂર્વ સીએમ શીલા દિક્ષીતનાં સન્માનમાં કેજરીવાલ સરકારે દિલ્હીમાં બે દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયા વૈષ્ણોદેવીના યાત્રાએ જવાના હતા. જો કે બાદમાં તેમણે પોતાની યાત્રા રદ્દ કરી દીધી, અને શીલા દીક્ષિતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ.

આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ રાજકીય નેતાઓએ શીલા દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમજ તેમના પરિવારને સાંત્વના પાઠવી.

તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે રવિવારે બપોરે અઢી વાગ્યે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. તે પહેલા દિલ્હીમાં નિજામુદ્દીન સ્થિત તેમના ઘરે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે. તેઓ 1998થી 2013 સુધી દિલ્હીના સીએમ રહ્યા હતા.  તેઓ ગાંધી પરિવારના સૌથી વિશ્વાસુ સાથીમાંથી એક હતા. 15 વર્ષના સીએમ તરીકેના કાર્યકાળમાં દિલ્હીનો કાયાકલ્પ કરવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે. પોતાના કુશળ નેતૃત્વ અને અનુભવથી તેમણે પાર્ટીને નવા મુકામ સુધી પહોંચાડી દીધી.

2010માં કોમનવેલ્થ ગેમ્સનાં સફળ આયોજન માટે શીલા દિક્ષીતે વિશ્વ સમક્ષ દિલ્હીની ક્ષમતાનો પરચો બતાવ્યો હતો. 5થી વધુ ટીમો દિલ્હી આવી હતી. દિલ્હીમાં બનેલા મોર્ડન ગામ અને સ્ટેડિયમાં આધુનિક સુવિધાને વિકસીત કરીને શીલા દિક્ષીતની સરકારે દેશનું ગૌરવ વધાર્યું હતું.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!