GSTV
Home » News » રાજધાની દિલ્હીનાં શિલ્પકાર શીલા દીક્ષિત, આવતીકાલે બપોરે અહીં કરાશે અંતિમ સંસ્કાર

રાજધાની દિલ્હીનાં શિલ્પકાર શીલા દીક્ષિત, આવતીકાલે બપોરે અહીં કરાશે અંતિમ સંસ્કાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયુ. તેઓ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદે નિયુક્ત હતા. શીલા દીક્ષિતે દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. છાતીમાં દુઃખાવાની ફરિયાદના પગલે શુક્રવારે તેમને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શીલા દીક્ષિતના નિધન અંગે તેમના સચિવે જાણકારી આપી. શીલા દીક્ષિતને શનિવારે બપોરે 3.15 વાગ્યે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. જે બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. પરંતુ 3.55 વાગ્યે તેમનું નિધન થઇ ગયું.

તેમના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે અઢી વાગ્યે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. તે પહેલા દિલ્હીમાં નિજામુદ્દીન સ્થિત તેમના ઘરે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે. તેઓ 1998થી 2013 સુધી દિલ્હીના સીએમ રહ્યા હતા.  તેઓ ગાંધી પરિવારના સૌથી વિશ્વાસુ સાથીમાંથી એક હતા. 15 વર્ષના સીએમ તરીકેના કાર્યકાળમાં દિલ્હીનો કાયાકલ્પ કરવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે. પોતાના કુશળ નેતૃત્વ અને અનુભવથી તેમણે પાર્ટીને નવા મુકામ સુધી પહોંચાડી દીધી.

કોંગ્રેસનાં દિકરી તરીકે ઓળખાતા શ્રીમતી શીલા દિક્ષીતે દિલ્હીનાં વિકાસાં સિંહફાળો આપ્યો છે. તેમનાં યોગદાનને યાદ કરવા માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ એ સૌથી મોટી ઉપલબ્ધી છે. આજે તેમનાં પાર્થિવ દેહને જ્યારે તેમનાં ઘરે લવાયો ત્યારે તેમનાં ચાહકો, પ્રશંસકોની ભારે ભીડ ઉમટી પડી હતી. તેમજ પીએમ મોદી, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિતનાં મહાનુંભાવોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

READ ALSO

Related posts

આ વ્યક્તિ મોદીને પણ પછાડી દેશે : હવે કહ્યું કે હું બિટલ્સ જેટલો લોકપ્રિય, 1 કરોડ લોકો આવશે

Mayur

વર્ષ 1947માં ભાગલા વખતે જ તમામ મુસલમાનોને પાકિસ્તાન મોકલી દેવાની જરૂર હતી, ભાજપના સાંસદ ભડકયા

Mayur

સાહેબ સાથે જવાનું સપનું છોડી દેજો કારણ કે સાહેબને જ ફાંફા છે, સરકારે કરી આ વ્યવસ્થા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!