GSTV

કેજરીવાલ સરકારે કરી બતાવ્યું: દિલ્હીવાસીઓના નસીબ ખુલી ગયા, વાહનોની ખરીદી પર 30 હજારથી વધુની છૂટ આપી

જો તમે દિલ્હીમાં રહેતા હોવ અથવા તો દિલ્હીમાંથી પેટ્રોલ-ડીઝલની જગ્યાએ ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માગતા હોવ તો આપના માટે મોટી ખબર આવી છે. દિલ્હી સરકારે ઈલેક્ટ્રિક વાહનો માટે મેગા સ્કિમ લઈને આવી છે. રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક ગાડીઓ પર મોટી છૂટ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી નોટિફાઈ કરતા કહ્યુ હતું કે, તેમનો ઉદેશ્ય રાજ્યમાં પ્રદૂષણ ઓછુ કરવાનો છે અને અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો છે. તો આવો જાણીએ કેજરીવાલ સરકારે કઈ કઈ ગાડીઓ પર ભારે છૂટ આપવાની જાહેરાત કરી છે.

ક્યા વાહન પર કેટલી છૂટ

બાઈક પર 30 હજારની છૂટ
કાર પર દોઢ લાખની છૂટ
ઓટો પર 30 હજાર સુધીની છૂટ
માલવાહક વાહન પર 30 હજાર સુધીની છૂટ

કેન્દ્રીય સ્કિમ ઉપરાંત થશે આ સ્કિમમાં પણ છૂટ

કેજરીવાલે કહ્યુ હતું કે, કેન્દ્રથી મળતી છૂટ ઉપરાંત આ સ્કિમમાં પણ લાભ મળશે. આ ઉપરાંત આ સ્કિમમાં સ્કૈપિંગ ઈનસેંટિવ પણ આપવામાં આવશે. દેશમાં પ્રથમ વાર આવી છૂટ આપવામાં આવી છે. એક વર્ષમાં 200 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક છે. દર ત્રણ કિમીએ એક ચાર્જિંગ સ્ટેશન બનાવા માટે બોર્ડ અને ડેડિકેટેડ સેલ પણ બનાવામાં આવ્યા છે.

દિલ્હીમાં બનશે ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક


સીએમએ કહ્યુ હતું કે, દિલ્હીમાં મોટુ ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક બનાવવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીમાં ઈલેક્ટ્રિક વ્હીકલ બોર્ડ પણ બનાવવામાં આવશે.

READ ALSO

Related posts

કોરોના/ સરકારી આંકડાઓને સાચા માનીને બિન્ધાસ્ત ફરતાં હોવ તો વાંચી લેજો, આ એક જ શહેરમાં 1322ના થયા છે મોત

Bansari

ડ્રગ્સ કેસઃ NCBની ટીમ આજે આ બંને અભિનેત્રીઓની કરશે પૂછપરછ, નવા ખુલાસા ઉપર સૌની નજર

Mansi Patel

વરસાદ/ દક્ષિણ ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની નૉનસ્ટોપ બેટિંગ, ખેડૂતો ચિંતિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!