GSTV

Delhi Election Result: અમિત શાહનું પોસ્ટર લહેરાવી AAP કાર્યકર્તાઓએ પૂછ્યું- ‘કરંટ લાગ્યો કે શું?’

Last Updated on February 11, 2020 by pratik shah

દિલ્હીની ચૂંટણીમાં શાહીનબાગને મુખ્ય મુદ્દો બનાવીને ચૂંટણી લડવા મેદાને ઉતરી ભારતીય જનતા પાર્ટીને પરિણામો આવ્યા બાદ જોરદાર મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની ચૂંટણીનાં પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે AAP બહુમતની તરફ જઈ રહી છે.

ચૂંટણીમાં શાહીનબાગને મુખ્ય મુદ્દો

આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ નાચી રહ્યા છે ગાઈ રહ્યા છે

ત્યારે દિલ્હીની પાર્ટી ઓફિસમાં આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા જશ્ન મનાવી રહ્યા છે. અને ઢોલ વગાડીને નાચી રહ્યા છે. ત્યારે આ જશ્નની વચ્ચે AAPની ઓફિસમાં એક પોસ્ટર દેખાઈ રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તસ્વીર છે જેમાં પોસ્ટર પર લખ્યું છે કે ‘કરંટ લાગ્યો કે શું’.

આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ નાચી રહ્યા છે ગાઈ રહ્યા છે, અને આ પોસ્ટરને લહેરાવી રહ્યા છે. દિલ્હીમાં શાહીન બાગને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો અને ખુદ કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ AAP હુમલો કર્યો હતો. અને એક સભામાં અમિત શાહે નિવેદન આપ્યું હતું કે દિલ્હીનાં લોકો ઈવીએમનું બટન એટલું પ્રહાર પૂર્વક દબાવજો કે મત અહિંયા મળે અને કરંટ શાહીન બાગમાં લાગે.

CAA વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીન બાગનાં પ્રદર્શનકારીઓ પર ભારતીય જનતા પાર્ટી નિશાન સાધી રહી છે. અમિત શાહથી લઈને કપિલ મિશ્રા, પરવેશ શર્મા સહીત તમામ નેતા શાહીન બાગનાં પ્રદર્શનને આમઆદમી પાર્ટી પ્રેરિત ગણાવ્યું હતું.

અમિત શાહનાં નિશાના પર હતું શાહીન બાગ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે પોતાની ઘણી સભાઓમાં શાહીન બાગનાં પ્રદર્શનને રાજકીય પ્રેરિત ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દિલ્હીનું પરિણામ જણાવી દઈએ કે તમે શાહીન બાગ વાળા સાથે છો કે ભારત માતાનો જયકાર લગાવવાવળાઓ સાથે. ભાજપે 22 જાન્યુઆરી પછી ચૂંટણી ઝુંબેશમાં ઝડપ વધારી હતી. અને શાહીન બાગને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. મોડલ ટાઉનથી ઉમેદવાર કપિલ મિશ્રાએ તો પોતાનાં એક ટ્વિટમાં શાહિન બાગને મિની પાકિસ્તાન ગણાવી દીધું હતું. ત્યાર પછી ચૂંટણી પંચે તેમના પર બેન લગાવ્યો હતો.

READ ALSO

Related posts

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!