GSTV

દિલ્હી વિધાનસભા ચૂંટણી : મતદાનના 24 કલાક પછી ટકાવારી જાહેર, કુલ 62.59% મતદાન થયું

Last Updated on February 10, 2020 by Mayur

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ચૂંટણી પંચે મતદાનની ટકાવારી જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચ મુજબ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 62.59% મતદાન થયું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, દિલ્હીમાં રાત સુધી મતદાન ચાલતુ હતું અને મોડી રાત સુધી ડેટા એકત્ર કરવામાં આવી રહ્યાં હતાં.

બલ્લીમારાન વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધારે મતદાન થયું. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 62.59% મતદાન થયું, આ લોકસભાની ચૂંટણીથી 2% વધારે છે. દિલ્હીની ચૂંટણીમાં સૌથી વધારે મતદાન 71.6% બલ્લીમારાન વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન દિલ્હી છાવણીમાં 45.4% નોંધવામાં આવ્યું છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન બાદ મતદાનની ટકાવારીના આંકડા જાહેર કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત ચૂંટણીપંચ પર સવાલો કરી રહી છે ત્યારે ચૂંટણી પંચે કહ્યું કે, રવિવારે સાંજે 7 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 8 ફેબ્રુઆરીએ થઈ ચૂક્યું છે જો કે હજી સુધી ચૂંટણીપંચે મતદાનની ટકાવારી જાહેર નથી કરી. તેને લઈને આમ આદમી પાર્ટી સવાલો કરી રહી છે. જ્યારે આ મુદ્દે હવે ચૂંટણી પંચનું કહેવું છે કે, તે મતદાનનની ટકાવારી જલ્દી જ જાહેર કરશે. આ મુદ્દે EC સાંજે 7 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

READ ALSO

Related posts

ગુલાબ ગેંગ/ યુપી વિધાનસભા ચૂંટણીમાં BJPના મૂળિયા ઉખેડવા ગુલાબી ગેંગ પણ તૈયાર, જો અમારી વાત નહીં સાંભળે તો CMને પણ ધમકી આપીશું

Pravin Makwana

ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર/ રજીસ્ટ્રેશન કરવામાં જો નાની એવી ભૂલ હશે તો પણ અટકી જશે આપના રૂપિયા, ફટાફટ સુધારી નાખો ભૂલ

Pravin Makwana

સુવિધા/ કોઈ પણ બિમારીની સલાહ માટે ડોક્ટરને ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી, હવે વોટ્સએપ પર મળશે ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!