GSTV

Delhi Election 2020: અમિત શાહના રોડ શો દરમિયાન લાગ્યા આઝાદીના નારા

દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહના રોડ શોમાં આઝાદીના નારા લાગ્યા હતા. અમિત શાહ દિલ્હીના ઘોંડા વિધાનસભામાં રોડ શો કરી રહ્યાં હતા. આ દરમિયાન ત્યાં આઝાદીના નારા લાગ્યા હતા. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ આ અંગે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. મનોજ તિવારીએ કહ્યું કે ભાજપ આ પ્રકારના સૂત્રોચ્ચારોનું સમર્થન નથી કરતી.

મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હીમાં ચૂંટણી માટે ભાજપ પાણી, યમુનાની સફાઈના મુદ્દે લડી રહ્યાં છે. જો કે કોઈ શાહિન બાગ બનાવવાનો પ્રયાસ કરશે તો તેનો જવાબ સીએએથી આપવામાં આવશે. ઘોંડા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપે અજય મહાવતને ટિકિટ આપી છે. અમિત શાહ અને દિલ્હીના ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ રોડ શો કર્યો હતો.

આ દરમિયાન કેટલાંક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. રોડ શો દરમિયાન મનોજ તિવારીએ કહ્યું હતું કે આજે આખો દેશ સીએએના સમર્થનમાં ઉતરી ગયો છે. અમિત શાહ સાંજે 6 વાગ્યે રોહતાસ નગરમાં અને 7 વાગ્યે બાબરપુરમાં પણ રોડ શો કરશે. જણાવી દઈએ કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને 11 તારીખે પરિણામ આવશે.

READ ALSO

Related posts

વિકીપીડિયાએ અક્સાઇ ચિનને દર્શાવ્યો ચીનનો ભાગ, ભારત સરકારે આપ્યો ખોટો નકશો હટાવવાનો આદેશ

Bansari

અમદાવાદ/ પરિસ્થિતિ વકરી વધુ 302 દર્દી નોંધાયા, 208 દર્દીઓ વેન્ટિલેટર ઉપર: ભયંકર પરિસ્થિતિ સર્જાઈ

pratik shah

યુએનની મહાસભામાં કોરોનાની અસર વિશે ચર્ચા કરશે વિશ્વના નેતાઓ, આ ભારતીય પણ થશે સામેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!