GSTV
Gujarat Government Advertisement

દિલ્હી વિધાનસભા ચૂંટણી: કેજરીવાલનો પ્રચાર કરવા માટે ઉતર્યા પત્ની-પુત્ર અને પુત્રી, માંગી રહ્યા છે AAP માટે મત

Last Updated on January 19, 2020 by Mansi Patel

દિલ્હીની ચૂંટણી માટે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રચાર શરૂ કર્યો છે. નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલના પ્રચાર માટે તેમના પત્ની, પુત્ર અને પુત્રી પણ મેદાનમાં ઉતર્યા છે. કેજરીવાલ પરિવાર ઘરે-ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે.

નવી દિલ્હી વિધાનસભા બેઠકના અન્સારીનગરમાં અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ, પુત્રી હર્ષિતા અને પુત્ર પુલકિત ઘરે-ઘરે જઇને આમ આદમી પાર્ટી માટે મતો માંગી રહ્યા છે.

કેજરીવાલની પુત્રી હર્ષિતાએ આઇઆઇટીમાંથી અભ્યાસ કર્યો છે. તો પુલકિત પણ આઇઆઇટીનો વિદ્યાર્થી છે. જ્યારે કે સુનિતા કેજરીવાલ આઇઆરએસ અધિકારી છે. પરંતુ તેમણે નોકરીમાંથી વીઆરએસ લઇ લીધું છે.

મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ 2013માં કેજરીવાલે પૂર્વ સીએમ શીલા દિક્ષિતને 26 હજાર મતોથી હરાવ્યા હતા. જ્યારે કે વર્ષ 2015માં કેજરીવાલે ભાજપના નૂપુર શર્માને 32 હજાર મતોથી હાર આપી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana

મહત્વપૂર્ણ માહિતી / તમારા આરોગ્ય વીમા દાવાને નકારી ન દેવાય તે માટે રાખો આ 6 સાવચેતી

Vishvesh Dave

જાણવા જેવું: દુકાનદાર ઓછુ રાશન આપે અથવા આનાકાની કરે તો અહીં કરો તાત્કાલિક ફરિયાદ, થઈ જશે સિધોદોર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!