GSTV

દિલ્હીમાં એક બેઠક પર ભાજપે 5 સાંસદોને ઉતાર્યા, પીએમ અને ગૃહમંત્રી પણ કેજરીવાલને હરાવવા મેદાને

Last Updated on February 4, 2020 by Karan

દિલ્હી વિધાનસભા ચૂંટણીના હવે માંડ ચાર દિવસ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે તેનું ઘોષણા-પત્ર જાહેર કર્યું છે. AAPએ તેના ઘોષણાપત્રમાં સ્વચ્છ દિલ્હી અને સ્વચ્છ યમુનાની ગેરંટી આપી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે હવે પોતાની પૂરી તાકાત કામે લગાડી દીધી છે. ભાજપ દિલ્હીમાં સ્ટાર પ્રચારકોની સભાઓ તો યોજી જ રહ્યું છે પણ તેની સાથે સાથે હવે રાજ્યસભા અને લોકસભાના 370 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. જેમને દિલ્હીના સ્લમ વિસ્તારોમાં જઈને પ્રચાર કરવા માટે આદેશ અપાયો છે. દિલ્હીમાં 70 બેઠકો સામે દેશના પીએમ, ગૃહમંત્રીથી લઈને 370 સાંસદો હાલમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. હાલમાં દિલ્હીમાં સામાન્ય લોકો કરતાં નેતાઓનો જમાવડો વધારે છે. મોદી અને શાહ કોઈ પણ સંજોગોમાં દિલ્હીમાં કેજરીવાલને ઘેર મોકલવા માગે છે.

ભાજપ 21 વર્ષનો વનવાસ કરવા માગે છે પૂરો

મળતી વિગતો પ્રમાણે રોજ સંસદની કાર્યવાહી પૂરી થયા બાદ આ સાંસદો રાતે સ્લમ વિસ્તારમાં પ્રચાર માટે જશે અને લોકોને મળશે. આ સિવાય પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે પણ બેઠકો યોજશે. હાલના ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને યોગીએ ડોર ટુ ડોર કેમ્પેઈન કરી રહ્યાં છે. વર્ષ 2015ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે ભાજપે ત્રણ બેઠક જીતી હતી. જેથી ભાજપને 21 વર્ષનો વનવાસ પૂરો કરવા સાથે દિલ્હીમાં મેદાને ઉતરી છે તો સામે આમ આદમી પાર્ટી ફરી પાંચ વર્ષ માટે દિલ્હીનો તખ્ત મેળવવા માટે ફરી એડીચોટીનું જોર લગાવી રહી છે.

વર્તમાન સમયમાં દિલ્હીમાં શું છે સ્થિતિ ?

દિલ્હીમાં હાલમાં આપની સરકાર છે. 70 ધારાસભ્યોની આ વિધાનસભામાં 62 વિધાયક આમ આદમી પાર્ટી અને બીજેપીના 4 ધારાસભ્યો છે. દિલ્હીના સીએમ તરીકે અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી તરીકે મનીષ સિસોદિયા હાલમાં કાર્યભાર સંભાળી રહ્યાં છે. વર્ષ 2015માં 7 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

15 વર્ષ શિલા દીક્ષિતે કર્યું શાસન

આપ પહેલાં દિલ્હીની ગાદી પર 15 વર્ષ સુધી શિલા દિક્ષિતે સાશન કર્યું છે. બીજેપી વર્ષ 2020માં દિલ્હીમાં જીતનો વનવાસ પૂરો કરવાની તૈયારીમાં લાગી છે. દિલ્હી ચલો મોદીની સાથે સૂત્ર સાથે બીજેપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી છે. બીજેપીના અધ્યક્ષ અમિત શાહ ઇન્દીરા ગાંધી ઇનડોર સ્ટેડિયમમાં 30 હજાર કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપે તેવી સંભાવના છે.

1993માં ભાજપને મળી હતી સત્તા

દિલ્હીમાં 1993માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમવાર બીજેપીને જીત મળી હતી પરતું 5 વર્ષના કાર્યકાળમાં બીજેપીના 3 મુખ્યમંત્રી બદલાઈ ગયા હતા. આ સમયે ભાજપે મદનલાલ ખુરાના, સાહેબસિંહ વર્મા અને આખરે સુષ્મા સ્વરાજને સીએમનું પદ સોંપવું પડ્યું હતું. આ ત્રણેય નેતાઓ હાલમાં દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. 1998માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શિલા દિક્ષીતના નેતૃત્વમાં કોંગ્રેસે જીત મેળવ્યા બાદ ભાજપને ક્યારેય મોકો મળ્યો નથી. વર્ષ 2015ની વિધાનસભાની ચૂંટણીમાં તો 70 બેઠકોમાંથી ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી. આપે ભાજપ અને કોંગ્રેસના સૂપડાં સાફ કરી દેતાં માત્ર 3 બેઠકોથી સંતોષ રાખવો પડ્યો હતો. 67 બેઠકો આપને મળી હતી. જે કોંગ્રેસની સરકાર હતી તે કોંગ્રેસનું ખાતુ પણ ખૂલ્યું ન હતું.

પાર્ટીવોટશેર
આપ૫૪.૫
ભાજપ૩૨.૩
કાંગ્રેસ૯.૭
બસપા૧.૩
ભારતીય રાષ્ટ્રીય લોક દળ૦.૬
અન્ય પક્ષો૧.૬

દિલ્હીમાં 15મી ફેબ્રુઆરી પહેલાં ચૂંટણી યોજવાનું આ છે કારણ

દિલ્હીમાં ભાજપ 21 વર્ષથી વનવાસ ભોગવી રહી છે. મોદી અને અમિત શાહે આ ચૂંટણી જીતવા કમરકસી છે. લોકસભામાં 7 બેઠકો જીતનાર ભાજપને આશા છે કે આ ચૂંટણી તેમનો સિતારો ચમકાવશે. મોદીની કામગીરીને આગળ ધરી ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ પણ પોતાનો ગુમાવેલો જનાઘાર ફરી પાછો મેળવવાની પૂરતી કોશિષ કરશે. બીજી તરફ હાલમાં દિલ્હીના સીએમ કેજરીવાલ 5 વર્ષના કામકાજને આધારે લોકો પાસે મત માગી રહ્યા છે. દિલ્હીમાં 15મી ફેબ્રુઆરી પહેલાં ચૂંટણી યોજવાનું કારણ એ પણ છે કે, સીબીએસઈ બોર્ડની સ્કૂલોમાં પરીક્ષા ચાલુ થાય છે. દિલ્હીમાં 1.47 કરોડ મતદારો આગામી ચૂંટણીમાં પોતાનું ભવિષ્ય નક્કી કરશે. આજે ચૂંટણી જાહેર થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થશે અને તમામ સરકારી  જાહેરાતો પર પ્રતિબંધ લાગી જશે. આ સાથે જ પાર્ટીઓની જાહેરાત વાળા પોસ્ટર, બેનર્સ, હોર્ડિંગ સહિતની પ્રચાર સામગ્રી હટાવી દેવામાં આવશે. દિલ્હી  વિધાનસભામાં કુલ 70 બેઠક છે અને તમામ બેઠક પર ચૂંટણી આયોજિત થશે.

Related posts

કામની વાત/ પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળી જશે નવુ કનેક્શન, આ વિશેષ સુવિધામાં સબસિડીનો લાભ પણ મળશે

Bansari

હીરા ઉદ્યોગ માથે સંકટ: વેપારીઓની મુશ્કેલીઓ વધી, કેટલાય સમયથી પગાર વધારો ન થતાં મજૂરો નોકરી છોડી વતન તરફ રવાના થયાં

Pravin Makwana

સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!