GSTV
Home » News » ભાઈબીજની ભેટ મેળવીને ખૂશ થઈ બહેનો, આપી એવી કમેન્ટ કે ગદગદ થઈ જશે કેજરીવાલ

ભાઈબીજની ભેટ મેળવીને ખૂશ થઈ બહેનો, આપી એવી કમેન્ટ કે ગદગદ થઈ જશે કેજરીવાલ

Arvind Kejriwal

દિલ્હી સરકાર તરફથી સોમવાર મોડી રાત્રે ડીટીસીની બસોમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરવાની ભેટ મળી ગઈ છે. ભાઈ બીજના દિવસે આ ગિફ્ટ મેળવીને દિલ્હી સરકાર ખૂબ જ ખૂશ છે. તેમણે આ સુવિધા માટે કેજરીવાલનો આભાર માન્યો છે. કેટલીંય મહિલાઓએ તો ત્યાં સુધી કહી દીધુ કે ભગવાન કરે કેજરીવાલ ખૂબ જ સફળતા મેળવે અને બીજીવાર પણ તે જ આવે.

dtc free

સરકાર તરફથી જાહેર કરેલી સુચના પ્રમાણે મહિલાઓને ડીટીસીની એસી અને નોન એસી બસોમાં સફર કરનાર સિંગલ જર્ની ટ્રાવેલ પાસ જાહેર કરવામાં આવ્યો છે. જો કે મહિલાઓ આ બસોમાં ટિકિટ પણ ખરીદી શકે છે. આ અધિસૂચનાને દરેક ડીટીસી બસોમાં લાગૂ કરવામાં આવી રહ્યું છે.

dtc free

આ તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્યાગરાજ સ્ટેડિયમમાં ચાલી રહેલા સિવિલ ડિફેન્સ કર્મિઓના બસ માર્શલ પ્રશિક્ષણ કાર્યક્રમના સમાપન પર પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે દરેક દિલ્હીવાસી એક પરિવારની જેમ છે. હું આ પરિવારના મોટા પુત્રની જેમ છુ. એટલા માટે મહિલાઓની સુરક્ષા માટે વધુ ચિંતિત રહુ છુ. હવે બસોમાં 13000 માર્શલ થઈ જશે. દરેક બસોમાં તેમની તૈનાતી હશે. પહેલા બસોમાં 3400 માર્શલ હતા. આ દરેકની ડ્યૂટી શિફ્ટમાં હશે.

dtc free

સીએમએ માર્શલોને કહ્યું કે બસમાં મારી બહેનો, માતાઓ અને બેટીઓની સુરક્ષા હવે તમારા હાથમાં છે. માર્શલ બસમાં દરેક પ્રકારની પરિસ્થિતી સામે લડશે અને બીમાર લોકોની મદદ પણ કરશે. ત્રણ લાખ કેમેરા લગાવવામાં આવ્યા છે જ્યારે નવેમ્બરથી બે લાખ સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે. બસોમાં તૈનાત 13 હજાર માર્શલોમાં 6 હજાર સિવિલ ડિફેન્સ કર્મી છે, જ્યારે 7 હજાર પૂર્વ હોમગાર્ડ છે.

READ ALSO

Related posts

આ કારણે એક સાથે 200 પોલીસકર્મીઓ માગી રહ્યાં છે રજા, અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં

Bansari

અરામ્કોના આઈપીઓમાં ભારત માટે છે આ નિયમો, જાણો કોણ કરી શકે છે રોકાણ

Bansari

સિયાચિનમાં હિમસ્ખલન થતા સેનાના આઠ જવાનો બરફ નીચે દટાયા, સર્ચ અભિયાન શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!