રાજ્યના શિક્ષણ પ્રધાને કરેલા વાણિવિલાસ બાદ શિક્ષણ મુદ્દે ગરમાયેલી રાજનીતિ વચ્ચે દિલ્હીના શિક્ષણપ્રધાન અને ઉપ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેઓ દિલ્હીથી અમદાવાદ આવ્યા અને અહીંથી તેઓ બાય રોડ ભાવનગર જવા માટે રવાના થયા. તેઓ ભાવનગરમાં આવેલી સરકારી સ્કૂલની મુલાકાતે જશે.

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી તેઓએ ગુજરાત છોડી જવુ જોઈએ તેવા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના નિવેદન બાદ રાજકીય ગરમાવો સર્જાયો હતો અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ શિક્ષણપ્રધાન અહંકારમાં છે. ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર રહેલા ભાજપ સરકારમાં શિક્ષણની વ્યવસ્થા કેવી છે.
મનિષ સિસોદિયાની ભાવનગર મુલાકાત દરમ્યાન તેમની સાથે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી પણ હાજર રહેશે. મનિષ સિસોદિયાનું ભાવનગરના ગઢેચી વડલા વિસ્તરમાં આપના કાર્યકરો અને અગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ ભાવનગરની સરકારી શાળીની મુલાકાત લેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં
- Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ