GSTV
India News ટોપ સ્ટોરી

પતિ જવાબદારીઓથી છટકી ન શકે! પત્નીના ભરપોષણને લઇ કોર્ટનો ચુકાદો, મહિને આટલું વળતર આપવા આદેશ

દિલ્હી હાઇકોર્ટે પત્નીના ભરપોષણને સંલગ્ન એક મામલામાં ચુકાદો આપતા કહ્યું હતું કે પતિ પોતાની જવાબદારીથી દુર ન ભાગી શકે. પતિએ પત્નીને ભરણપોષણ આપવું તે પતિની જવાબદારી છે અને પતિ આ માટે કાયદાથી પણ બંધાયેલો છે. કોર્ટે સાથે પતિને આ કેસમાં પત્નીને મહિને 20 હજાર રૂપિયા ભરણપોષણ પેટે આપવાના આદેશને માન્ય રાખ્યો હતો.

દિલ્હીની કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને શેસન જજ સ્વર્ણા કાંતા શર્માએ સાથે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં પત્ની શિક્ષિત છે તેથી તેણે ઘરે ખાલી બેસી ન રહેવું જોઇએ અને પોતાની ક્ષમતાઓ અને કુશળતાઓને આમ વેડફી ન નાખવી જોઇએ માટે પત્નીએ પણ કોઇ નોકરી કરી લેવી જોઇએ કે પોતાની આવક માટે કોઇ કામ કરી લેવું જોઇએ.

પતિએ પત્નીને ભરણપોષણ આપવું જરૂરી

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે કાયદા પ્રમાણે જો પત્ની પતિની સાથે ન રહેતી હોય તો તેવા કેસમાં પતિએ પત્નીને ભરણપોષણ આપવું જ પડે. આ પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટે પતિને આ કેસમાં પત્નીને 20 હજાર રૂપિયા મહિને આપવાનો આદેશ આપ્યો હતો. જેને બાદમાં પતિએ ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો. જોકે ઉપલી કોર્ટે આ આદેશને માન્ય રાખ્યો હતો અને પતિની અરજીને ફગાવી દીધી હતી.

પતિના વકીલની કોર્ટમાં દલી

જ્યારે કોર્ટમાં દલીલો ચાલી રહી હતી ત્યારે પતિના વકીલે એવો દાવો કર્યો હતો કે પત્ની પોતાની મરજીથી પતિનું ઘર થોડીને જતી રહી હતી અને પરત આવવાની ના પાડી દીધી હતી. 2019થી તેના પતિ નોકરી વગર ગુજરાન ચલાવી રહ્યા છે.

તેણે પોતાના ઉચ્ચ શિક્ષણ માટે નોકરી છોડી દીધી છે. જોકે પત્નીના વકીલે એવી દલીલ કરી હતી કે પતિના પરિવારજનોએ પત્નીની સાથે મારપીટ કરી હતી અને તેનુ શોષણ કર્યું હતું. જોકે કોર્ટમાં એ સાબિત થયું કે પતિએ પોતાના શિક્ષણ માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સાથે તેના પગારની વિગતોના આધારે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ અપાયો હતો.

Read Also

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda
GSTV