GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

શાહીનબાગ પર ચાલતા પ્રદર્શનને લઈ હવે પોલીસ એક્શનમોડમાં, હાઈકોર્ટે આપી દીધો આદેશ

નોઈડાથી દિલ્હી, ફરિદાબાદ અને ગુરુગ્રામને જોડાનારા કાલિંદીકુંજ રોડને લઈને હાઈકોર્ટે દિલ્હી પોલીસને એક્શન લેવાનો આદેશ આપ્યો છે. સીએએના વિરોધમાં શાહીન બાગમાં ચાલતા પ્રદર્શનના કારણે એક સપ્તાહથી રસ્તો બંધ છે. અને લાખો લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે. સરિતા વિહાર રેજિડંટ્સ વેલફેર એસોસિએશન તરફથી દાખલ અરજીમાં કહેવાયુ છે કે,15 ડિસેમ્બરથી રસ્તો બંધ હોવાથી વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડી રહી છે.

કેટલાય વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અભ્યાસ અને વિદ્યાર્થીઓના કરિયરને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. કાલિંદીકુંજ રોડ બંધ હોવાથી નોઈડાથી સરિતા વિહારસ્કૂલમાં જનારા વિદ્યાર્થીઓએ એકથી દોઢ કલાક વહેલા નીકળવુ પડે છે.

અને આ દરમિયાન ચક્કાજામનો પણ સામનો કરવો પડે છે. જેથી વિદ્યાર્થીઓ વર્ગખંડમાં મોડા પહોંચે છે. બીજી તરફ સાઉથ ઈસ્ટ દિલ્હીના ડીસીપી ચિન્મોય બિશ્વાલના મતે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત ચાલે છે. અને પોલીસની પ્રાથમિકતા કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની છે. આથી સામાન્ય નાગરિક પર બળપ્રયોગ કરતા નથી.

READ ALSO

Related posts

રાજકોટ : ડોંડી ડેમ ઓવરફ્લો થતાં નવ દરવાજા ખોલવામાં આવ્યા, ન્યારી ડેમ-2 સતત બીજા દિવસે ઓવરફ્લો

Nilesh Jethva

કોરોનાથી જંગ જીતી ઘરે પરત આવતા વ્યક્તિનુ સ્વાગત કરવુ પડ્યુ ભારે, આ રીતે વધી મુશ્કેલી

Ankita Trada

શેરડીનાં ખેડૂતોના બાકી 20 હજાર કરોડ ચૂકવવા માટે મોદી સરકાર લેશે આ મોટો નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!