GSTV

સિંગર હની સિંહને દિલ્હી કોર્ટે આપી નોટિસ, પત્ની શાલિની તલવારની અરજી પર લીધું એક્શન

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

બૉલીવુડ સિંગર હૃદેશ સિંહ ઉર્ફ યો યો હની સિંહને દિલ્હીની એક કોર્ટે બુધવારે નોટિસ ફટકારી છે. તેમની પત્ની શાલિની તલવારની એક નવી ફરિયાદને આધારે કોર્ટે હની સિંહને નોટિસ ફટકારી છે. ન્યુઝ એજન્સીના ટ્વીટ મુજબ આ આવેદનમાં શાલિનીએ સંયુક્ત આરબ અમિરાતમાં હની સિંહ કે તેમની કંપનીઓની માલિકીની અચલ અને ચલ સંપત્તિને ત્રીજા પક્ષને વેંચતા રોકવા માટે માંગ કરવામાં આવી છે.

court

શાલિની તલવારએ હની સિંહ પર ઘરેલુ હિંસા, માનસિક શોષણ અને આર્થિક શોષણ કરવાના આરોપ લગાવ્યા છે. તેઓ આ કેસમાં 3 સપ્ટેમ્બર 2021ના રોજ તીસ હઝારી કોર્ટમાં હાજર થયા તો પોતાના સુરક્ષા કર્મીઓ વચ્ચે ઘેરાયેલા જોવા મળ્યા હતા. આ કેસની સુનાવણી ઓપન કોર્ટને બદલે જજની પોતાની ચેમ્બરમાં કરવાની વાત સામે આવી હતી. હની સિંહના વકીલે તીસ હઝારી કોર્ટને તેમની ઇન્કમનો રિપોર્ટ સીલબંધ કવરમાં સોંપ્યો હતો. ત્યારબાદ જજે પોતાના ચેમ્બરમાં હનીસિંહ અને તેમની પત્ની શાલિની સિંહનું કાઉન્સિલિંગ કર્યું હતું.

હની સિંહ

જણાવી દઈએ કે ગત સુનાવણીમાં કોર્ટએ સમન પાઠવી હની સિંહને હાજર થવા કહ્યું હતું, પરંતુ તેઓ કોર્ટના આદેશ છતાં હાજર નહોતા રહ્યા. તેના પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આશ્ચર્ય છે કે કોર્ટના આદેશનું પાલન નથી કરવામાં આવી રહયું. આરોપીએ વિચારવું જોઈએ કે કાયદાથી ઉપર કોઈ નથી. તો, શાલિની તલવાર અદાલતમાં હાજર રહી હતી. જણાવી દઈએ કે જાણીતા સિંગર એ રેપર હની સિંહની પત્ની શાલિની તલવારે ‘ધ પ્રોટેક્શન પફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ’ હેઠળ દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં સિંગર વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો.

28 ઓગસ્ટ 2021ના રોજ દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ શાલિની તલવારે જણાવ્યું હતું કે, ‘મારી પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો. મેં મારા જીવનના 10 વર્ષ આપ્યા. હું મારુ બધું જ છોડીને તેની સાથે ઉભી રહી. હવે તેને મને છોડી દીધી છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!