GSTV
Home » News » જન્મદિવસ પણ જેલમાં જ ઉજવશે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, આત્મસમર્પણની અરજી કોર્ટે ફગાવી

જન્મદિવસ પણ જેલમાં જ ઉજવશે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, આત્મસમર્પણની અરજી કોર્ટે ફગાવી

આઈએનએક્સ મામલામાં ઈડી સમક્ષ આત્મસમર્પણની અરજી પર પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને કોર્ટે ઝટકો આપ્યો છે. રૉઉઝ એવેન્યૂ કોર્ટે સરેન્ડરની અરજીને રદ્દ કરી દીધી છે. આની પહેલાં ઈડીએ દલીલ કરી હતીકે, આરોપી નક્કી ન કરી શકે કે, તેણે ક્યારે કસ્ટડીમાં લેવામાં આવે. આ તપાસ એજન્સીનું કામ છે. સમય આવવા પર ચિદમ્બરમની ધરપકડ કરીને તેને કસ્ટડીમાં લેવામાં આવશે. આ નિર્ણય બાદ ચિદમ્બરમે તિહાર જેલમાં જ રહેવું પડશે. 23 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી થવાની છે. આ નિર્ણય બાદ ચિદમ્બરમે જન્મદિવસ જેલમાં જ ઉજવવો પડી શકે છે. 16 સપ્ટેમ્બરે તેઓ 74 વર્ષનાં થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છેકે, ગુરૂવારે ઈડીએ અરજી પર સુનાવણી દરમ્યાન કહ્યુ હતુકે, તે હાલમાં પી. ચિદમ્બરમને કસ્ટડીમાં લેવા માંગતા નથી. પરંતુ જ્યારે જરૂર હશે તો તેના માટે કોર્ટમાં અરજી કરવામા આવશે. તેની પહેલાં ચિદમ્બરમે 11 સપ્ટેમ્બરે કહ્યુ હતુકે, તેની સામે દાખલ કરવામાં આવેલો કેસ રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત છે. અને તેમની સામે જે આરોપો છે તે આર્થિક અપરાધ નથી.

ચિદમ્બરમે જામીનની માંગ કરીને બુધવારે દિલ્હીની હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સાથે જ નીચલી કોર્ટ દ્વારા તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનાં નિર્ણયને પણ પડકાર્યો છે. ચિદમ્બરમે કોર્ટ સમક્ષ રજૂ કરેલી પોતાની અરજીમાં કહ્યુ છેકે, મામલામાં કોઈ સાર્વજનિક નિધિ સામેલ નથી અને આ દેશમાંથી બહાર પૈસા લઈ જવાન સંબંધી બેંકની છેતરપિંડીનો મામલો કે જમાકર્તાઓ સાથે છેતરપિંડી અથવા કોઈ કંપનીમાંથી ધન ચોરવાનો મામલો નથી.

READ ALSO

Related posts

ભારતમાં રવિવારે દિવાળી પણ યુએસમાં ઉજવણી શરૂ થઈ ગઈ, ટ્રમ્પ આ દિવસે મનાવશે દિવાળી

Nilesh Jethva

નવ મહિનાની બિલાડી પર કર્યો વારંવાર રેપ અને પછી મીણ વડે કર્યું એવું કામ કે…

Dharika Jansari

કલયુગના ભગવાનના ઘરે થયો છે લક્ષ્મીજીનો વરસાદ, દરોડામાં એટલું સોનું અને રૂપિયા મળ્યા છે કે…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!