દિલ્હી કોર્ટ તરફથી રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. તેમને પોતાનો નવો પાસપોર્ટ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે. રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ છોડ્યા બાદ પોતાનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો. રાહુલે હવે સામાન્ય પાસપોર્ટ બનાવવા માટે અરજી કરી છે. રાહુલ નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી છે, તેથી તેને નવો પાસપોર્ટ બનાવવા માટે એનઓસીની જરૂર છે.
સુબ્રમણ્યમ સ્વામીએ અરજીનો વિરોધ કર્યો હતો
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની દલીલો બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ મહેતાએ સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખી હતી. . સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જો રાહુલ વિદેશ જશે તો નેશનલ હેરાલ્ડ કેસની તપાસ પ્રભાવિત થઈ શકે છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં