GSTV
Crime India News Trending

દિલ્હી કોર્ટનો અનોખો ચૂકાદો : બળાત્કારના દિવસે મહિલા હતી પત્ની, નરાધમ પતિને નિર્દોષ છોડી મૂક્યો

દિલ્હીની અદાલતે એક ચોંકાવનારો ચુકાદો આપ્યા છે. જેમાં આ ચુકાદામાં એવું છે કે એક શખ્સને બળાત્કારનાં આરોપ માંથી મુક્ત (છોડી મૂક્યો) કર્યો છે. કારણકે આ નરાધમે જે મહિલા સાથે બળજબરીથી સંબધ બનાવ્યો તે સમયે તે મહિલા તેની પત્ની હતી. એક રિપોર્ટ મુજબ ફરીયાદી મહિલા અને આરોપી શખ્સ પંજાબમાં સાથે રહેતા હતા.

પરંતુ જ્યારે મહિલાને જાણ થઈ કે તે વ્યક્તિને ચોરીનાં આરોપમાં દોષી ઠેરાવ્યો છે. અને તે જેલ પણ જઈ આવ્યો છે તો આ મહિલા કોઈને જાણ કર્યા વગર ગુપચૂપ દિલ્હી આવી ગઈ હતી. ત્યાર પછી આ વ્યક્તિ પણ દિલ્હી આવી ગયો અને તેને કહ્યું કે હું બદલો લઈશ.

ત્યાર પછી આ પુરુષ અને મહિલા બન્ને ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ આ નરાધમે ફરીથી તેનું પોત પ્રકાશ્યું અને આ મહિલાનાં જ બે લાખ રૂપિયા ચોરી લીધા. ત્યાર પછી આ કર્યા પછી આ શખ્સે મહિલા સાથે રહેવાની પણ ના પાડી દીધી હતી. આખરે કંટાણીને મહિલાએ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરી હતી. મહિલાની ફરીયાદ પર પોલીસે તેની ધરપકડી કરી લીધી હતી. પરંતુ મહિલાનો આરોપ હતો કે ત્યાર પછી નરાધમ પતિ વાંરવાર તેના ઘરે આવવા લાગ્યો અને ઘણી વખત શારીરીક સંબધ બનાવ્યો હતો.

કોર્ટે તમામ પાસાઓની તપાસ કર્યા પછી તે જોયું કે પંજાબમાં જેટલો સમય રહ્યા દરમ્યાન અને પછી દિલ્હીમાં શરૂઆતી દિવસોમાં સાથે રહ્યા પછી બન્ને વચ્ચે સહમતિથી સંબધ બન્યો હતો. પરંતુ રૂપિયા 2 લાખની ચોરી કર્યા પછી મહિલાએ સહમતી આપી નહોતી અને આરોપીએ જબરદસ્તીથી શારીરીક સંબધ બનાવ્યા હતા. પરંતુ કોર્ટે જણાવ્યું કે જ્યારે શારીરીક સંબધ બનાવ્યા ત્યારે આ મહિલા તેની પત્ની હતી. તેથી રેપનો કેસ બનતો નથી. દિલ્હીનાં એડિશનલ જજ ઉમેદ સિંહ ગ્રેવાલની અદાલતમાં આ મામલાની સુનાવણી થઈ હતી.

READ ALSO

Related posts

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda

નવરાત્રિના પવિત્ર પાર પર IRCTC લાવ્યું શ્રદ્ધાળુઓ માટે સ્પેશલ ઓફર, ફરવું ફ્રી; આ રીતે કરો બુકીંગ

Damini Patel
GSTV