GSTV
Gujarat Government Advertisement

નવો વેરિએન્ટ/ હવે આ રાજ્યમાં પ્રવેશી ફરજિયાત થવું પડશે 14 દિવસ માટે હોમ ક્વોરંટિન, સરકાર ફફડી

કોરોના

Last Updated on May 7, 2021 by Damini Patel

દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવનારા લોકોએ 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઈન થવું પડશે. આ માટે કેજરીવાલ સરકારે સરકારી અને પેઈડ ક્વોરેન્ટાઈન ફેસિલિટી પણ ચિહ્નિત કરી છે. જોકે, જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે.

બંને ડોઝનું સર્ટિફિકેટ બતાવશે અથવા છેલ્લા 72 કલાકનો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવનાર માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે હોમ ક્વોરેન્ટાઈન થવા માટેની સુવિધા નહીં હોય તો તે સરકાર દ્વારા ચિહ્નિત કરવામાં આવેલી સરકારી અથવા પેઈડ ફેસિલિટીમાં 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહી શકશે.

આ રાજ્યોએ નિયમોનું ખાસ પાલન કરવું

આંધ્ર પ્રદેશ અથવા તેલંગાણાથી બસ, ટ્રેન, વિમાન, કાર, કે ટ્રક દ્વારા દિલ્હી આવનારાઓએ આ નિયમનું પાલન કરવું પડશે. આંધ્ર અને તેલંગાણામાં કોરોનાનો નવો વેરિએન્ટ મળી આવ્યો ત્યાર બાદ દિલ્હી સરકારે આ આદેશ જાહેર કર્યો છે.

જે વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરશે તેને 7 દિવસ માટે સરકારી ઈન્સ્ટિટ્યૂશન ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. આ બંને રાજ્યથી જે લોકો પોતાના રાજ્યોના ભવનમાં જશે ત્યાં આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રેજિડેન્ટ કમિશનરની રહેશે. જે લોકો હોટેલ, રિસોર્ટ કે હોસ્ટેલ જેવી જગ્યાઓએ જશે ત્યાં તે જગ્યાના માલિકની જવાબદારી રહેશે.

કોરોના

જે લોકો રોડ માર્ગે દિલ્હીમાં પ્રવેશ કરશે તેમની જવાબદારી સંબંધિત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા દિલ્હી પોલીસના ડીસીપીની રહેશે. જોકે, આ બંને રાજ્યમાંથી કોઈ સરકારી કે બંધારણીય સંસ્થાના લોકો કોઈ ઔપચારિક કામથી દિલ્હી આવશે તો તેમને છૂટ મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

છેતરપિંડી: રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે ફેક વેબસાઈટ બનાવી કરી લાખોની ઠગાઈ, 5ની ધરપકડ

Pritesh Mehta

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!