દેશભરમાં 16 જાન્યુઆરીએ કોરોના વેક્સિનેશનું અભિયાન શરૂ થઈ ગયુ છે. વેક્સિનેશન અભિયાનનાં પહેલાં દિવસે 1,65,714 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો. રાજધાની દિલ્હામાં કોરોના રસીની સાઈડ ઈફેક્ટ(Side Effect) નાં 51 મામલા સામે આવ્યા છે. એક શખ્સને તો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. દિલ્હીમાં વેક્સિનેસન અભિયાનનાં પહેલાં દિવસે 4319 સ્વાસ્થ્યકર્મીઓએ વેક્સિન લગાવી હતી.

વેક્સિનનાં સામાન્ય પ્રતિકૂળ (Side Effect) પરિણામોનાં મામલા સાઉથ દિલ્હી અને સાઉથ વેસ્ટ દિલ્હીમાં સૌથી વધારે જોવા મળ્યા છે. બંને વિસ્તારોમાં એવાં 11 મામલાઓ સામે આવ્યા છે. તો બીજી તરફ ચરક પાલિકા હોસ્પિટલનાં બે સ્વાસ્થ્યકર્મીઓમાં પણ કોરોના વેક્સિન લાગ્યા બાદ સામાન્ય હલકા સાઈડ ઈફેક્ટ (Side Effect) જોવા મળ્યા છે. આ બંનેની છાતીમાં સામાન્ય દુખાવાનો અનુભવ થયો હતો. AEFIની ટીમના સર્વેલન્સ હેઠળ બંનેને રાખવામાં આવ્યા હતા. સામાન્ય થતાં બંનેને અડધો કલાકમાં જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.
Delhi | An AIIMS security guard has developed an allergic reaction after receiving COVID19 vaccination here today. He is kept under observation of doctors at the hospital: AIIMS official
— ANI (@ANI) January 16, 2021
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, વેક્સિનેશનનાં પહેલાં દિવસે લાભાર્થીઓનું લિસ્ટ અપડેટ કરવામાં થોડી મુશ્કેલી આવી હતી. તેના સિવાય ઘણી જગ્યાઓ પર એવાં સ્વાસ્થ્ય કર્મીઓએ પણ રસી લગાવી છે જેમનું નામ રજીસ્ટરમાં સામેલ ન હતુ. આંકડાઓ મુજબ, પહેલાં દિવસે દેશભરમાં 16,755 વેક્સિનેટર હતા. જ્યારે 1 લાખ 90 હજારથી વધારે લાભાર્થી છે.

આ પહેલાં વેક્સિનેશનનેલઈને સ્વાસ્થ્યમંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યુ છેકે, અમે સફળતા તરફ પગલાં માંડ્યા છે. અમે સાથે મળીને કોરોના સામે લડી રહ્યા છીએ,. પુરી તૈયારીઓ સાથે કોરોના વેક્સિનેશન શરૂ થયુ છે. રાજ્યો પાસેથી જે પણ ફીડબેક મળ્યા છે તે સારા છે. આપણે એક વર્ષમાં જ કોવિડ-19ની સામેની લડાઈમાં જીત મેળવી છે. તેમણે કહ્યુકે, છેલ્લાં 3-4 મહિનામાં આપણી રિકવરી અને મૃત્યુદરથી સંકેત મળ્યા છેકે, આપણે ધીમે ધીમે કોવિડ-19ની સામે જીત તરફ આગળ વધી રહ્યા છીએ.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર