દિલ્લીમાં કોરોના સંક્રમણના આંક વધી જતાં દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ પછી ત્રીજા સ્થાને પહોંચ્યું છે. દિલ્લીમાં કોરોના સંક્રમણના આંક 15 હજારને પાર થઈ ચૂક્યા છે. દિલ્લીમાં આ સાથે મોતનો આંક પણ 303 થયો છે. દિલ્લીમાં મોતની ટકાવારી 2 ટકા છે. જે દેશમાં મોતની ટકાવારી કરતાં પણ ઘણી ઓછી છે. દિલ્લીમાં આજે વધુ નવા 792 કેસ નોંધાયાછે. દિલ્લીમાં આજે સાજા થનારાનો આંક 310 થતા કુલ આંક 7264 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ 7690 કેસ એક્ટિવ છે. દેશમાં દિલ્લીમાં પોઝીટીવ કેસને મામલે હવે ગુજરાતને પાછળ રાખી ત્રીજા નંબરે પહોંચી ગયું છે. દિલ્લીમાં 18 મેના 10 હજારનો આંક પાર થયો હતો. વધુ પાંચ હજાર નવા કેસ નોંધાતા ફક્ત 9 દિવસ લાગ્યા છે. છેલ્લા 9 દિવસમાં દિલ્લીમાં 5203 કેસ નોંધાયા છે.
એક જ દિવસમાં સૌથી વધુ 792 નવા કેસ
દિલ્લીમાં 26 મેના 660 કેસ એક જ દિવસે સૌથી વધારે થયા હતા. તે પછી આજે સૌથી વધુ 792 નવા કેસ થયા છે. દિલ્લીમાં 26 મેના આંક 12 હજાર પર પહોંચ્યો હતો. દિલ્લીમાં 13 મેના 8 હજાર કેસ નોંધાયા હતા. છેલ્લા 15 દિવસમાં નવા 7 હજાર કેસ નોંધાયા છે. દિલ્લીમાં સૌથી વધુ એક દિવસીય મોતનોઆંક 30થી વધ્યો નથી. દિલ્લીમાં કેસ વધવા છતાં મોતની ટકાવારી ખૂબ જ નીચી છે.

ભારતમાં કોરોના સંક્રમણનો આંક 153304 થયો
દેશમાં મહામારી સતત વધી રહી છે. ભારતમાં કોરોના સંક્રમણનો આંક 153304 થયો છે. આજે વધુ 2511 કેસ અત્યાર સુધી નવા અપડેટ થયા છે. ભારતમાં અત્યાર સુધી 4367 લોકોના મોત થયા છે. હજુ પણ દેશમાં 84110 સક્રિય કેસ છે. જેમાં લગભગ 9 હજાર જેટલા ક્રિટિકલ કેસ છે. છેલ્લા 8 દિવસમાં 5 હજારથી નીચે આંક આવ્યો નથી. દેશમાં 12 મેના રોજ 74 હજાર 330 લોકો સંક્રમિત થયા હતા. છેલ્લા 15 દિવસમાં જ આ આંક ડબલ થયો છે. દેશમાં સૌથી વધુ સંક્રમણના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આંક 55 હજાર નજીક પહોંચી ગયો છે. તો તામિલનાડુમાં આઆંક 18 હજારને પાર થયો છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….