GSTV

દિલ્હી કોંગ્રેસની ધીરજ ખુટી: રાહુલ ગાંધીને તાત્કાલિક ધોરણે બનાવો પાર્ટીના અધ્યક્ષ, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો

Last Updated on January 31, 2021 by Pravin Makwana

લોકસભા ચૂંટણી 2019 બાદથી શરૂ થયેલી કોંગ્રેસ અધ્યક્ષની શોધ હજૂ પણ પુરી થઈ નથી. રાહુલ ગાંધીએ પોતાના પદેથી રાજીનામુ આપ્યા બાદ અત્યાર સુધી સોનિયા ગાંધી તેના કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. જો કે, છેલ્લા બે વર્ષમાં પાર્ટી અધ્યક્ષને પસંદગી કરવા માટે કેટલીય વખત પાર્ટીના સભ્યો અને વરિષ્ઠ નેતાઓની બેઠકો મળી છે. જો કે, આ બેઠકોમાંથી પરિણામ કંઈ હાથમાં આવ્યુ નહોતું. ત્યારે હવે દિલ્હી કોંગ્રેસની ધીરજ ખુટી હોય તેમ લાગે છે. દિલ્હી કોંગ્રેસે આજે તાત્કાલિક ધોરણે રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રવિવારના રોજ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે દેશની હાલની પરિસ્થિતીને લઈને ચર્ચા માટે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓની એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીની હાલની અને ભવિષ્યની નીતિઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

કહેવાય છે કે, આ બેઠકમાં સર્વસંમ્મતિ સાથે ત્રણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક હતો, રાહુલ ગાંધીને તાત્કાલિક ધોરણે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાવામાં આવે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગ પણ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

અર્જુનભાઈ મોઢવાડિયાનો શિક્ષણમંત્રીને પત્ર: વિદ્યાસહાયકોની ભરતી અને TET પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવાની કરવા રજૂઆત

Pravin Makwana

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!