કોંગ્રેસ ઉમેદવારોની યાદીને લઈને આખરી ઓપ આપવા તૈયારી કરી રહ્યુ છે. હાઈકમાંડ મહોર મારે તે બાદ આવતીકાલે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.
દિલ્હી ખાતે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની કવાયત શરૂ થઈ ગઈ છે. મોડી રાત્રે શરૂ થયેલી સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર છે. ગુજરાતની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા માટે પેનલોમાંથી નામ ચાળવાની કવાયત દિલ્હી ખાતે શરૂ થઈ ગઈ છે.
ઉમેદવારોની પસંદગી માટે ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે, જ્યાં અંતિમ યાદી પર હાઈકમાંડ સાથે ચર્ચા-વિચારણા બાદ કાલે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં યોજાનારી સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામની યાદી રજૂ કરવામાં આવશે. જે બાદ કોંગ્રેસ પહેલા તબક્કાના ઉમેદવારનો નામ ગુરૂવારના રોજ જાહેર કરે તેવી સંભાવના છે.
આજની નિર્ણાયક બેઠકમાં 89 ઉમેદવારોના નામ પર આખરી મહોર લાગી જશે. આ નામોની જાહેરાત 16 નવેમ્બરના રોજ કરવામાં આવશે.