દિલ્હીના રાશન ધારકોએ હવે રાશન માટે ક્યાંય પણ જવું નહીં પડે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકો માટે ડોર સ્ટેપ ડિલીવરી સર્વિસ શરૂ કરવા જઈ રહ્યા છે. CMની આ જાહેરાત બાદ હવે ગ્રાહકોએ રાશનની દુકાન પરની લાંબી લાઈન લગાવવાની જરૂર નહીં પડે. કાર્ડધારકોને સમયસર રાશન ધરના દરવાજા પર પહોંચાડવામાં આવશે.

કેજરીવાલ સરકારે ગણતંત્ર દિવસ પર ત્રણ મોટી જાહેરાત કરી. જે અનુસાર, દિલ્હીમાં માર્ચથી રાશન ડોર સ્ટેપ ડિલીવરી શરૂ થશે. વર્ષના અંત સુધીમાં લોકોને હેલ્થ કાર્ડ મળશે. અને ઝોપડપટ્ટી વાળા લોકોને જલ્દીથી ફ્લેટ મળશે. યમુનાજી પણ સાફ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારું એક સપનું હતું કે ગરીબ લોકોને તેમના ઘર પર રાશન મળે. આ સપનું માર્ચ મહિનામાં પૂરું થશે.
ઘર પર મળશે રાશન
મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલ ઘણી વખત રાશનની દુકાનો ખુલતી નથી. ઘણી વખત રાશનની દુકાન ચલાવતો દુકાનદાર ગેરવર્તન કરે છે. ક્યારે લોકોને પુરૂ રાશન મળતું નથી. આ સુવિધા દ્વારા કાર્ડધારકોને 25 કિલોગ્રામ ઘઉં અને 10 કિલોગ્રામ ચોખા મળશે. તેમજ સુઘડ અને ક્લિન પેકિંગ સાથે ડિલીવરી કરવામાં આવશે. દર મહિનાનું ક્વોટા અનાજ ક્યાંય ગયા વગર ઘર પર જ મળશે. આનાથી લોકોનો સમય બચશે અને રાશનની દુકાનો પર નિર્ભરતા પણ ઓછી થશે.
मार्च के महीने तक दिल्ली में डोर-स्टेप डिलीवरी ऑफ़ राशन स्कीम को शुरू कर दिया जाएगा, अब लोगों को राशन लेने के लिए लम्बी-लम्बी लाइनों में लगने की ज़रूरत नहीं पड़ेगी। सरकार लोगों के घर पर राशन भेजेगी। pic.twitter.com/EDlY98LTwG
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 25, 2021
દુકાન પર જઈને લઈ શકો છો અનાજ
આ સુવિધા બાદ ગ્રાહકો પાસે રાશન લેવા માટેના બે વિકલ્પ હશે. એટલે કે ગ્રાહક ઈચ્છે તો દુકાને જઈને પણ અનાજ લઈ શકે છે. અથવા તો અનાજની હોમ ડિલીવરીનો પણ વિકલ્પ છે. ગ્રાહક તેના માટે પૂરી રીતે સ્વતંત્ર છે. આ વ્યવસ્થા હેઠળ એક રાજ્યના લોકો બીજા રાજ્યમાં જઈને અનાજ લઈ શકશે. તેના માટે ગ્રાહકે નવું રાશન કાર્ડ બનાવડાવાની જરૂર નથી.
હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે
CMએ કહ્યું કે, દિલ્હીમાં રહેતા દરેક નાગરીક માટે હેલ્થ કાર્ડ જાહેર કરવામાં આવશે. આ હેલ્થ કાર્ડ એવું હશે કે તમે કોઈ પણ હોસ્પિટલમાં આ કાર્ડ લઈને જઈ શકશો. તમારી એક હેલ્થ ID હશે અને તમારો જૂનો રેકોર્ડ આ હેલ્થ કાર્ડની અંદર હશે.
READ ALSO
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ