GSTV
Corona Virus India News Trending

દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યુ, “ફ્રી કોરોના રસી પર દરેક ભારતીયનો છે અધિકાર”

કેજરીવાલ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મફત રસી આપવામી વાત કરતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આખરાં પ્રહાર કર્યા છે. આખા દેશને મફતમાં રસી મેળવવી તે દરેક નાગરિકનો આરોગ્ય અધિકાર છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે શનિવારે દિલ્હીના શાસ્ત્રી પાર્ક અને સીલમપુર ફ્લાયઓવરના ઉદ્ઘાટન સમયે લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે તે સમગ્ર દેશનો અધિકાર છે. દરેક વ્યક્તિ કોરોના ચેપથી પરેશાન. તેથી, સમગ્ર દેશને મફત રસી અપાવવી જોઈએ. માત્ર બિહારના લોકોને જ નહીં આખા દેશને મફત રસી આપવી પડશે. આમેય હાલ 12 પ્રકારની રસી છે તે પણ સરકાર મફત આપે છે. તો આ રસીના પૈસા નહીં જ લે.

આપને જણાવી દઈએ કે 22 ઓક્ટોબરના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બિહારીઓને કોરોના વાયરસની રસી આપવાનું વચન આપતા ભાજપનો ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી કોરોના વાયરસની રસી મળી નથી, ત્યાં સુધી માસ્ક એ દરેકની રસી છે, પરંતુ રસી આવતાની સાથે જ તેનું ભારતમાં મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. અમારો સંકલ્પ છે કે જ્યારે રસી તૈયાર થઈ જશે, ત્યારે બિહારના દરેક નિવાસીને વિના મૂલ્યે કોરોના વાયરસની રસી આપવામાં આવશે. સીતારામનના આ નિવેદન બાદ વિરોધી પક્ષોએ ઘણું નિશાન સાધ્યું હતું.

READ ALSO

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV