GSTV

રાજકારણ / મોદી-શાહને હોમટાઉનમાં ઝટકો આપવા કેજરીવાલનો આ છે પ્લાન, પાટીલ અને રૂપાણીના સપનાં પર પાણી ફળશે

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ જ નહીં, આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. ભાજપે કમલમમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે ત્યારે તા. 14મી જૂને આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. સુરતમાં આપની દમદાર એન્ટ્રી બાદ કેજરીવાલ માટે ગુજરાતમાં તક છે. હાલમાં ભાજપ સામે એનેટિઇન્કમ્બસીનો માહોલ છે. ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદરના વિખવાદમાં ગુજરાતી પ્રજા પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નહોતો હવે આપ નામે વિકલ્પ ઉભો થતાં કેજરીવાલ પણ મોદી અને શાહને હોમટાઉનમાં ઘેરવામાં સક્રિય થયા છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર હોવા છતાં પણ અહીં સ્વતંત્રતા નથી. મોદી અને શાહે કેજરીવાલને છૂટ આપી નથી. જેનો રાજકીય બદલો તેઓ ગુજરાતમાં લે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો આપ સાથે જોડાય તેવી પણ સંભાવના છે.

ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ આપના મોટા નેતાઓની ગુજરાત આવવાની શરૂઆત

ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ આપના મોટા નેતાઓ ગુજરાત આવવાની શરૂઆત કરશે. આ ચૂંટણીમાં રૂપાણી સરકાર અને પાટીલે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવાની તૈયારી કરી હતી પણ કોરોના નડવાની સાથે આગામી સમયમાં કોંગ્રેસ તો ટક્કર નહીં આપે પણ આપ જરૂર ટક્કર આપશે. આગામી દિવસોમાં નવી રણનીતિ સાથે આપ ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિય શરૂ કરે તેવી સંભાવના છે. આ ચૂંટણીમાં મોદી અને શાહે નવેસરથી પ્લાન કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

પાટીદાર આગેવાનોઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માંગ્યુ છે. બીજી તરફ,ભાજપે ફરી 182 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ચૂંટણી તૈયારીઓ શરૂ કરી છે. આ રાજકીય ઘમાસાણ વચ્ચે કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

14 જૂને કેજરીવાલ સાડા દસેક વાગે અમદાવાદ આવી પહોંચશે

આમ આદમી પાર્ટીના સત્તાવાર સૂત્રોના મતે, તા.14મી જૂને કેજરીવાલ સાડા દસેક વાગે અમદાવાદ આવી પહોંચશે. આશ્રમરોડ ખાતે આપની મુખ્ય ઓફિસનું કેજરીવાલ ઉદઘાટન કરશે. તે વખતે કેટલાંક જાણીતા ચહેરા અને નેતાઓ-કાર્યકરો આમ આદમીમાં જોડાનાર છે.

કેજરીવાલ બપોર પછી સુરત પણ જશે. જયાં આપના મ્યુનિ.કોર્પોરેટરો ઉપરાંત સ્થાનિક નેતા-કાર્યકરો સાથે બેઠક યોજશે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!