GSTV

દિલ્હીનાં CM આ વિવાદિત નિવેદનને લઈને ફરી આવ્યા ચર્ચામાં, BJP અને JDUએ કર્યા પ્રહાર

Last Updated on September 30, 2019 by Mansi Patel

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરીવાર વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં ઈલાજ કરાવવા માટે બહારના રાજ્યના લોકો આવી રહ્યા છે.

બિહારના લોકો ૫૦૦ રૂપિયાની ટિકિટ લઈને દિલ્હીમાં પાંચ લાખ રૂપિયામાં મફતમાં ઇલાજ કરાવે છે. કેજરીવાલે આપેલા આ પ્રકારના નિવેદન બાદ ભાજપ અને જેડીયુના નિશાને કેજરીવાલ આવ્યા છે.

જેડીયુ નેતા કેસી ત્યાગીએ જણાવ્યુ હતુ કે, કેજરીવાલનું નિવેદન નિંદનીય છે. કેજરીવાલ યુપી અને બિહારીના કારણે ચૂંટણી જીતે છે. તેઓ આ પ્રકારના નિવેદન રાજકીય લાભ માટે આપી રહ્યા છે.

કેસી ત્યાગીએ વધુમાં જણાવ્યુ હતુ કે, દિલ્હીની કેટલીક હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી લૂંટ ચલાવવામાં આવે છે. જેથી આ લૂંટને કેજરીવાલે બંધ કરાવવી જોઈએ.

READ ALSO

Related posts

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!