GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

દિલ્હીના CM તો બોલ્યા કે હું તો ચાહું છું ગઠબંધન, પરંતુ કોંગ્રેસ નહીં માનતી

દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈશારો કર્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મ્હાત આપવા વાળા કેજરીવાલે કોંગ્રેસ સાથે ગંઠબંધન કરવા માગે છે. કોંગ્રેસનું નામ લિધા વિના કેજરીવાલે કહ્યું કે, હું ચાહું છું કે તેમની સાથે અમારૂ ગઠબંધન થાય પરંતુ કોંગ્રેસે ઇન્કાર કર્યો છે.

દિલ્હીમાં પત્રકાર પરિષદમાં બોલતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દેશને લઈને અમે ખુબ ચિંતાતુર છે, તે કારણે જ અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માગીએ છે. ગઠબંધનને લઈને અમે તત્પર છે. પરંતુ કોંગ્રેસે અનિચ્છા બતાવી છે.

લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને તમામ વિપક્ષી પાર્ટીઓ ફરી મોદી સરકાર ન બને તે માટે એડીચોટીનું જોર લગાવે છે. આ માટે તમામ વિપક્ષી દળો એક બેનર હેઠળ ભેગા થઈ રહ્યા છે. મહાગઠબંધન બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

હાલમાં થયેલા ચૂંટણી સરવેમાં અનેક વિગતો સામે આવી છે. સરવેમાં જાણવા મળ્યું છે કે,લોકસભા ચૂંટણી-2019માં કેજરીવાલની પાર્ટીને દિલ્હી અને પંજાબમાં એક પણ બેઠક નહિ મળે. દિલ્હીમાં કેજરીવાલની પાર્ટીનાં 66 ધારાસભ્યો છે, તો પંજાબમાં પાર્ટી પાસે 20 ધારાસભ્યો છે.

દિલ્હી વિધાનસભામાં આપ પાર્ટી સોથી મોટો પક્ષ બનીને ઉભરી હતી. પંજાબમાં 20 ધારાસભ્યો સાથે આપ બીજાનંબરની પાર્ટી છે. પંજાબમાં શીરોમણી અકાલી દળને પાછળ ધકેલીને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બન્યો છે. મહત્વનું છે કે એક સમયે પંજાબમાં જાયન્ટ પાર્ટી ગણાતી શિરોમણી અકાલી દળ પાસે હાલમાં માત્ર 14 ધારાસભ્યો છે.

READ ALSO

Related posts

PM મોદીની બે ગજની દૂરીની વાત દેશવાસીઓના ગળે ઉતરી પરંતુ બીજેપીનાં મંત્રીના તો આ નિયમ ઘોળીને પી ગયા

pratik shah

IL&FSની ગિફ્ટ-સિટીમાં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય, કરશે મહત્વનો નિર્ણય

pratik shah

કોરોના ટેસ્ટના નામે તંત્રનો થયો છે ટેસ્ટ, ગુજરાતની વસ્તીની તુલનામાં ખૂબ જ ઓછા પરિક્ષણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!