GSTV
Home » News » જીવન રક્ષક પ્રણાલી પર અરૂણ જેટલી, પૂર્વ નાણાં મંત્રીની ખબર પુછવા AIIMS પહોંચ્યાં અડવાણી

જીવન રક્ષક પ્રણાલી પર અરૂણ જેટલી, પૂર્વ નાણાં મંત્રીની ખબર પુછવા AIIMS પહોંચ્યાં અડવાણી

BJPનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણી, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને કેન્દ્રિય લઘુમતી બાબતોનાં મંત્રીશ્રી મુખ્તાર અબ્બાસ નકવી સહિત અનેક દિગ્ગજ નેતાઓ પૂર્વ કેન્દ્રિય નાણા મંત્રી અરૂણ જેટલીની તબિયતનાં હાલ-હવાલ જાણવા માટે આજે દિલ્હી સ્થિત એઇમ્સ પહોંચ્યાં હતાં. ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે પણ એઇમ્સ પહોંચીને જેટલીનાં આરોગ્યની માહિતી મેળવી હતી.

66 વર્ષનાં અરૂણ જેટલીને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)માં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જેટલીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદને ધ્યાને લઇને ગત 9 ઓગષ્ટે જ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે એઇમ્સે તેમનાં આરોગ્ય બાબતે ગત 10 ઓગષ્ટથી કોઇ પણ પ્રકારનું મેડિકલ બુલેટીન જાહેર કર્યુ નથી. તેમની તબિયત અત્યંત નાજુક હોય, તેથી અનેક મોટા નેતાઓ એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતાં.

મળતી માહિતી પ્રમાણે જેટલીને રવિવારથી જ એક્સ્ટ્રા કોર્પોરિયલ મેંબ્રેન ઓક્સિજનેશન સીસ્ટમનાં સહારે રાખવામાં આવ્યા છે. તબીબોની એક ટીમ સતત તેમની તબિયત પર નજર રાખી રહિ છે. અરૂણ જેટલીનાં ખબર અંતર પુછવા માટે એઇમ્સ પહોંચેલા આડવાણીની સાથે તેમની પુત્રી પ્રતિભા આડવાણી પણ હતાં.

કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડો.હર્ષવર્ધનનું કહેવું છે કે, એઇમ્સમાં જે સૌથી શ્રેષ્ઠ પ્રયાસો થઇ શકે છે, ડોકટરો તે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અરૂણ જેટલીનાં આરોગ્યની સારસંભાળ બાબતે શુક્રવારે જ એઇમ્સ પહોંચ્યા હતાં.

વ્યવસાયે વકીલ એવા અરૂણ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રથમ કાર્યકાળમાં તેમની કેબિનેટનો મહત્વપૂર્ણ ભાગ હતાં. તેમની પાસે નાણા અને સંરક્ષણ મંત્રાલયનો હવાલો હતો. તેમજ મોદી સરકાર માટે તેઓ સંકટમોચકની ભૂમિકા નિભાવી રહ્યા હતાં. પોતાનાં ખરાબ સ્વાસ્થ્યને કારણે અરૂણ જેટલીએ 2019ની લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા બતાવી હતી.

ગત વર્ષે 14-મેનાં રોજ અરૂણ જેટલીની કિડનીનું પ્રત્યારોપણ કરાયું હતું. તે સમયે રેલવે મંત્રી પિયૂષ ગોયલે તેમનાં નાણાં મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. તેમજ આર્થિક બજેટ રજૂ કર્યુ હતું. ગત વર્ષે એપ્રિલ માસની શરૂઆતથી જ તેઓ પોતાની ઓફિસ આવતા નહોતા. છેલ્લી વખત તેઓ 23-ઓગષ્ટ,2018નાં રોજ નાણાં મંત્રાલયની ઓફિસ આવ્યા હતાં.

READ ALSO

Related posts

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi

કેન્દ્ર પર મમતા બેનર્જીનો હુમલો, આજના સમયને ‘સુપર ઈમરજન્સી’ કરી ધોષીત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!