GSTV

ઝેરી ગેસ લીક થવાનો દાવો / આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની ફરિયાદથી મચી અફરાતફરી, આરકે પુરમના 5 લોકો હોસ્પિટલમાં દાખલ

Last Updated on November 25, 2021 by Pritesh Mehta

દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાં આવેલ એકતા વિહાર સ્લમ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે શ્વાસ રૂંધાવાની અને આંખોમાં બળતરા થવાની ફરિયાદથી અફરાતફરી મચી ગઈ હતી. તુરંત, પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તત્કાલ પાંચ લોકોને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સિનિયર પોલીસ અધિકારીને ઘટનાની જાણકારી મળતા મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ વિસ્તારમાં ઝેરી ગેસ ગળતર થયાનો દાવો કર્યો છે. પોલીસે જણાવ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

બળતરા

પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે ઝેરી ગેસના સંપર્કમાં આવવાથી આંખોમાં બળતરાની ફરિયાદ બાદ પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ગાડીઓ, 2 એમ્બ્યુલન્સ અને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હવે સ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસે જણાવ્યું કે એકતા વિહાર વિસ્તારમાં ક્યાંય પણ ગેસ સિલિન્ડરથી આગ લાગવાની કે ક્યાંય પણ ધુમાડો ઉઠવાની ફરિયાદ નથી આવી. છતાં પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોડી રાત સુધી એકતા વિહાર વિસ્તારમાં નાશ-ભાગ અને અફરાતફરીનો માહોલ બન્યો રહ્યો હતો અને લોકો પોતાના ઘરેથી બહાર નીકળેલા રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

PHOTOS / લગ્ન પહેલા વિકી કૌશલના ઘરે જતી વખતે સ્પોટી થઈ કેટરીના કૈફ, જુઓ અભિનેત્રીની ખૂબસુરત તસવીરો

Zainul Ansari

અતિ મહત્વનુંં: અંબાજી ગબ્બર પરના ઉડન ખટોલા (રોપ-વે) 5 દિવસ રહેશે સંપૂર્ણ પણે બંધ

pratik shah

બીડબલ્યુએફ વર્લ્ડ ટુર ફાઈનલ્સ ટુર્નામેન્ટ: યામાગુચીને હરાવીને પીવીસિંધુ પહોંંચી ફાઈનલમાં, હવે સાઉથ કોરિયન ખેલાડી સાથે ટક્કર!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!