GSTV
Home » News » IPL: ધોનીની ટીમને પાછળ છોડીને દિલ્હીની ટીમ બની નંબર-1, રાજસ્થાન ઉપર બહાર થવાનો ખતરો

IPL: ધોનીની ટીમને પાછળ છોડીને દિલ્હીની ટીમ બની નંબર-1, રાજસ્થાન ઉપર બહાર થવાનો ખતરો

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સોમવારે રમાયેલા આઈપીએલના મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હાર આપી હતી. આ જીત સાથે જ દિલ્હીની ટીમ IPLના પોઈન્ટ ટેબલમાં 14 અંકો સાથે એક નંબર પર પહોંચી ગઈ છે. તો બીજી તરફ 7 મેચ હાર્યા બાદ રાજસ્થાન પર IPLની બહાર થવાનો ખતરો છે.

દિલ્હીની 11 મેચમાં આ સાતમી જીત છે અને હવે 14 અંકો સાથે IPLના પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર પહોંચી ગઈ છે. દિલ્હી 2012 પછી પહેલીવાર લીગમાં ટોપના સ્થાને પહોંચી છે. તો બીજી તરફ રાજસ્થાનને 10 મેચમાં સાતવાર હારનો સામનો કરવો પડ્યો છે અને ટીમ 6 અંકો સાથે 7 નંબર પર છે. રાજસ્થાનની સામે ઋષભ પંતે 78 રનની ધમાકેદાર પારી રમી હતી અને છેલ્લી ઓવરમાં છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી, પંતના આ છગ્ગા સાથે જ ટીમે ન માત્ર મેચ જીતી પરંતુ પોઈન્ટ ટેબલમાં ઉલટફેર કરતા નંબર એક પર પહોંચી હતી.

દિલ્હી અને ચેન્નાઈ બન્ને ટીમના 14 અંકો છે પરંતુ દિલ્હીનો રન રેટ (+0.181) ચેન્નાઈ (+0.087) થી વધારે છે આજ કારણ છે કે જેણે ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં એક સ્ટેપ પાછળ ધકેલાઈ ગઈ. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમ 7 હાર બાદ પોઈન્ટ ટેબલમાં સાતમાં નંબર પર છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન 7 અને બૈગલુરુ આઠમાં નંબર પર છે. બન્ને ટીમના 6-6 અંકો છે. પરંતુ નેટ રન રેટના કિસ્સામાં રાજસ્થાન હાલત બૈગલુરુથી સારી છે, તેના કારણે તે બૈગલુરુથી એક સ્ટેપ ઉપર છે.

તેમ છતા રાજસ્થાન પર IPLમાંથી બહાર થવાનો ખતરો છે કારણ કે, રોયલ ચૈલૈંજર બૈગલોરની ટીમ ફોર્મમાં છે, બૈગલોરની ટીમે છેલ્લી બન્ને મેચમાં જીત મેળવી છે. તો બીજી તરફ સોમવારે દિલ્હી સામે મળેલી હારના કારણે રાજસ્થાનની ટીમનું મનોબળ ટુટી ગયું છે. જો કે બાકી રહેલી મેચમાં રાજસ્થાનની ટીમ જીતી જાય અને તેની નેટ રન રેટ સારી થઈ જાય તો તેના માટે પ્લે ઓફમાં પહોંચવાનો રસ્તો બની શકે છે. ઈતિહાસમાં નજર કરવામાં આવે તો 2010માં બૈગલુરુની ટીમ 7 મેચ જીતીને પ્લે ઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.

જણાવી દઈએ કે પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે જગ્યા બનાવવામાં કેટલીય ટીમો સામેલ છે. 2018માં રાજસ્થાન રોયલ્સ. 2014માં મુંબઈ ઈન્ડીયન્સ, 2010માં રોયલ ચૈલૈંજર્સ બૈગલુરુ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને 2009માં ડેક્કન ચાર્જર્સની ટીમ આ પરાક્રમ કરવામાં સફળ રહી છે. એવામાં રાજસ્થાનની ટીમ ફોર્મમાં આવી તો તેની પ્લે ઓફમાં પહોંચવાની સંભાવના બની શકે છે.

READ ALSO

Related posts

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!