GSTV

IPLમાં કોઈ ટીમે ફાઇનલ માટે 12 વર્ષ રાહ જોઇ નથી!

બુમરાહ

Last Updated on November 9, 2020 by Ankita Trada

દિલ્હી કેપિટલ્સની ટીમ આખરે IPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. રવિવારે રાત્રે અબુધાબી ખાતે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને 17 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

હૈદરાબાદની ટીમે આકરી મહેનત કરી

દિલ્હી કેપિટલ્સ માટે શિખર ધવન અને માર્કસ સ્ટોઇનિસે બેટિંગમાં કમાલ કરી હતી. આ ઉપરાંત શિમરોન હેતમાયરે પણ અંત ભાગમાં આક્રમક બેટિંગ કરતાં દિલ્હીએ 20 ઓવરમાં ત્રણ જ વિકેટ ગુમાવીને 189 રન ફટકારી દીધા હતા જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આકરી મહેનત કરી હતી, કેન વિલિયમ્સને ટીમ માટે જોરદાર લડત આપીને 67 રન ફટકાર્યા હતા. 45 બોલની ઇનિંગ્સમાં વિલિયમ્સને ચાર સિક્સર અને પાંચ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જોકે કેગિસો રબાડાએ છેલ્લે છેલ્લે અત્યંત વેધક બોલિંગ કરી હતી અને ચાર વિકેટ ઝડપીને ટીમને સફળતા અપાવી હતી.

દિલ્હીએ ફાઇનલમાં આવવા માટે 12 સિઝન રમવી પડી

દિલ્હીની ટીમ અગાઉ ડેરડેવિલ્સ તરીકે રમતી હતી અને હવે દિલ્હી કેપિટલ્સ તરીકે રમે છે. 2008થી આ ટીમ રમે છે અને અત્યાર સુધીમાં ટીમ પાસે વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર અને કેવિન પીટરસન જેવા ખ્યાતનામ ક્રિકેટર રમી ચૂક્યા હોવા છતાં આ ટીમ હજી સુધી ફાઇનલમાં રમી શકી ન હતી. આમ દિલ્હીએ ફાઇનલમાં આવવા માટે 12 સિઝન રમવી પડી છે.

સિઝનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

અન્ય ટીમોની સરખામણી કરીએ તો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલી જ સિઝનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તો ડેક્કન ચાર્જર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે બીજી સિઝનમાં (2009), મુંબઈ ઇન્ડિયન્સે ત્રીજી સિઝનમાં (2010) ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત કોલકાતા નાઇટ રાઇડર્સે 2012 અને કિંગ્સ ઇલેવન પંજાબે 2014ની સિઝનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!