GSTV

IPL 2021 / દિલ્હી જીત સાથે ટોપ પર: રાજસ્થાનને 33 રન હરાવ્યું, રોયલ્સને સંજુ સેમસનની ફિફ્ટી કામ ન આવી

Last Updated on September 25, 2021 by Zainul Ansari

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝનની 36મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 33 રનથી હરાવી દીધુ છે. આ જીતની સાથે દિલ્હીના 10 મેચોમાં 16 પોઇન્ટ થઈ ગયા છે. તે પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. તેની સાથે જ દિલ્હી કેપિટલ્સની ક્વાલિફાયમાં જગ્યા લગભગ ફિક્સ થઈ ગઈ ગઈ છે.

આજે રમાયેલી મેચ

આજે દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. રાજસ્થાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 154 રન કર્યા હતા. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 121 રન કરી શકી હતી. રાજસ્થાન તરફથી એકલા સંજુ સેમસને ઇનિંગ સંભાળી હતી. બાકીના તમામ પ્લેયર નિષ્ફળ રહ્યા હતા. સંજુ સેમસને આક્રમક રમત રમતા 53 બોલમાં 70 રન કરી નોટ આઉટ રહ્યો હતો. તેના સિવાય મહિપાલ લોમરોર બે ડિજીટ સુધી પહોંચી શક્યો હતો. તેણે 19 રન કર્યા હતા. તેના સિવાય કોઇ પણ બેટ્સમેન ડબલ ડિજીટ સુધી પહોંચી શક્યો નહતો.

દિલ્હી તરફથી એનરિક નોર્ખિયાએ કિફાયતી ઓવર કરી સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. ઉપરાંત આવેશ ખાન, અશ્વિન, રબાડા અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.

અશ્વિનની સિદ્ધિ

ડેવિડ મિલરને આઉટ કરતાની સાથે જ અશ્વિને ટી-20 ફોર્મેટમાં પોતાની 250 વિકેટ પૂરી કરી લીધી છે. ભારત તરફથી આ સિદ્ધિ મેળવનાર અશ્વિન ત્રીજો ખેલાડી બની ગયો છે. અશ્વિનની પહેલા અમિત મિશ્રા (262) અને પીયૂષ ચાવલા (262)એ આ સિદ્ધિ મેળવી છે.

દિલ્હીએ રાજસ્થાનને 155 રનનો ટાર્ગેટ આપ્યો

દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી અને પહેલી 2 વિકેટ 21 રનમાં ગુમાવી દીધી હતી. ત્યાર બાદ શ્રેયસ અય્યર અને રિષભ પંતે ટીમને સંભાળી હતી અને બંને ખેલાડીએ ત્રીજી વિકેટ માટે 45 બોલમાં 62 રન કર્યા હતા. મુસ્તફિઝુર રહેમાને પંત (24)ને આઉટ કરી રાજસ્થાનને ત્રીજી વિકેટ અપાવી હતી. પંત પછી અય્યર (43) પણ રાહુલ તેવટિયાના બોલ પર સ્ટમ્પ આઉટ થઈ પેવેલિયન ભેગો થયો હતો. ત્યાર બાદ શિમરોન હેટમાયરે આક્રમક રમત રમતા 16 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 28 રન કર્યા હતા. તેને મુસ્તફિઝુર રહેમાને પવેલિયન ભેગો કર્યો. દિલ્હીએ રાજસ્થાનને 155 રનનો ટાર્ગેટ આપ્યો

રાજસ્થાન તરફથી મુસ્તફિઝુર રહેમાન અને ચેતન સાકરિયાએ 2-2 વિકેટ ઝડપી હતી. તેના સિવાય કાર્તિક ત્યાગી અને રાહુલ તેવતિયાએ 1-1 વિકેટ લીધી હતી.

Read Also

Related posts

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

Parenting Tips / બાળકો પર પ્રેશર નાખવાથી આવે છે ગંભીર પરિણામ, પેરેન્ટ્સ સીખી લે મોટિવેટ કરવાના આ ગુણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!