GSTV

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે રવિવારે દશેરાનો તહેવાર ઉજવવામાં આવ્યો. કોરોના વાયરસથી ફેલાઇ રહેલા સંક્રમણના ડરના કારણે દેશમાં મોટાભાગના સ્થળોએ રાવણ દહનનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું હતુ.. તેમ છતાં ઘણા સ્થળોએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું. જેમાં દિલ્હીના શાસ્ત્રી પાર્ક ખાતે અને કડકડડૂમ ખાતેના સીબીડી ગ્રાઉન્ડમાં રાવણ દહન થયું.

સેક્ટર -21માં પણ રાવણ દહન કરવામાં આવ્યું

તો બીજી તરફ પંજાબના લુધિયાણામાં પણ 30 ફૂટની ઉંચાઇ ધરાવતું રાવણ પૂતળું બાળવામાં આવ્યું હતુ. આ તરફ દિલ્હી નજીક આવેલા નોએડાના સેક્ટર -21માં પણ રાવણ દહન કરવામાં આવ્યું. જો કાર્યક્રમમાં અમુક ગણ્યા ગાંઠ્યા લોકો જ હાજર રહ્યા હતા.. સામાન્ય રીતે રાવણ દહન સમયે હજારોની સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. પરંત કોરોના વાયરસના સંક્રમણના કારણે આવું શક્ય ન હતુ.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!