GSTV

દિલ્હી/ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સીરો સર્વેનો પ્રારંભ, આટલા હજાર લોકોના લેવાશે સેમ્પલ

કોરોના

Last Updated on September 25, 2021 by Bansari

કોરોના વાઈરસની બીજી લહેરમાં દિલ્હીની હાલત ખરાબ હતી. હવે કોરોનાની ત્રીજી લેહર આવવાની આશંકા સેવાઈ રહી છે. આ દરમ્યાન દિલ્હીમાં ફરીથી સીરો સર્વેનો પ્રારંભ થયો છે. દિલ્હીમાં સીરો સર્વેના છઠ્ઠા તબક્કો શુક્રવાર 24 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. સીરો સર્વેના આ તબક્કામાં દિલ્હી નગર નિગમના દરેક વોર્ડના સેમ્પલ લેવામાં આવશે. મળેલી માહિતી અનુસાર, છઠ્ઠા સીરો સર્વે દરમિયાન દિલ્હીના તમામ 272 વોર્ડના આશરે 28 હજાર સેમ્પલ લેવાશે.

દિલ્હીમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

મહત્વનું છે કે, એપ્રિલ માસમાં છઠ્ઠો સીરો સર્વે શરૂ થયો હતો. પરંતુ કોરોનાના કેસોમાં તેજી થઈ હતી. કોરોનાના ખૂબ ઝડપથી વધા કેસોને લીધે સીરો સર્વેને વચ્ચે જ પડતો મૂકવો પડયો હતો. આ અગાઉ પાંચમો સીરો સર્વે જાન્યુઆરી 2021માં થયો હતો. પાંચમા સીરો સર્વે દરમિયાન આશરે 56 ટકા વસતીમાં એન્ટિબોડી મળ્યા હતા.

કોરોના

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોના વાઈરસનાં કેસોમાં બે દિવસ બાદ થોડી રાહત મળી હતી. જ્યારે કોરોનાથી મોતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બે દિવસ બાદ 30 હજારથી ઓછા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, ગત 24 કલાકમાં દેશમાં 29 હજાર, 616 કોરોનાનાં નવા કેસ નોંધાયા હતા. તો કોરોનાથી 24 કલાકમાં 290 લોકોનાં મોત થયા હતા. તો છેલ્લા 24 કલાકમાં 28 હજાર, 46 લોકોએ કોરોનાથી મુક્તિ મેળવી હતી.

કોરોના

કોરોનાથી દેશમાં રીકવરી રેટમાં પણ સારો એવો સુધારો થઈ 97.78 ટકા થયો છે. દેશમાં હાલ ત્રણ લાખ, 1,442 કોરોનાનાં એક્ટિવ કેસ છે. તો દેશમાં અત્યાર સુધી 84.89 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં સામે આવી રહ્યા છે. કેરળમાં ગત 24 કલાકમાં 17,983 કોરોનાનાં નવા કેસ નોંધાયા હતા. જ્યારે 24 કલાકમાં 127 લોકોનાં મોત થયા હતા.

Read Also

Related posts

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!